રાજસ્થાન થી નંદાસણ કતલ ખાને જતા 40 જેટલા જીવોને ફિલ્મી ઢબે પીછો કરી ગૌ રક્ષકો દ્વારા બચાવવા માં આવ્યા.
આજ રોજ ખાનગી રાહે બાતમી મળતા કે રાજસ્થાન થી નંદાસણ કતલખાને ગાડી નંબર GJ 02 XX 7120 જવાની છે તેની જાણ ચોટીલા ના ગૌ રક્ષક હરેશ ભાઈ ચૌહાણ ચોટીલા ને મળતા તેમને ગુજરાત ગૌ રક્ષા દળ ના પ્રમુખ રક્ષક મયુર ભાઈ ઠક્કર ને જાણ કરેલ ત્યાર બાદ મયુર ભાઈ ઠક્કર દ્વારા બનાસકાંઠા ગૌ રક્ષા દળ ગુજરાત ટીમ ના હિમાલય ભાઈ માલોસણીયા ને અને મહેસાણા ગૌ રક્ષા દળ ગુજરાત ટીમ ના મયંક ભાઈ ભોજક ને જાણ કરેલ આની જાણ થતાંજ બંન્ને ટીમો દ્વારા તે ગાડી ની વોચ ગોઠવવી હતી સાંજ ના 4 વાગ્યા ના આસપાસ તે ગાડી પાલનપુર અમદાવાદ હાઇવે પર દેખાતા તે ગાડીનો પીછો કરી તે ગાડીને છાપી સહકાર હોટેલ પાસે પકડી પાડવામાં આવી હતી ગાડી માં જોતા અંદર ખીચો ખિચ 40 જેટલા પાડાઓ ભરેલા હતા જેને ગૌ રક્ષકો દ્વારા સ્ટેટ કન્ટ્રોલ રૂમ અને બનાસકાંઠા કન્ટ્રોલ રૂમ માં જાણ કરેલ ત્યાર બાદ છાપી પોલીસ સ્ટેશન લાવી કાયદેસરની કાયૅવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં સ્ટેટ કંટ્રોલ તેમજ બનાસકાંઠા કન્ટ્રોલ અને છાપી પોલીસ સ્ટેશન ના p.s.i એસ.ડી.ચોધરી સાહેબ તેમજ પોલીસ સ્ટાફ નો બહુ બહુ સારો સાથ સહકાર મળ્યો હતો…તેમજ

ગૌ રક્ષકો નો પણ ખૂબ જ સારો સાથસહકાર મળ્યો. હતો જેમાં મયુર ભાઈ ઠક્કર, હરેશ ભાઈ ચૌહાણ, મદલાલ શાહ, હિમાલય ભાઈ માલોસણીયા અંકુર ભાઈ પટેલ, મયંક ભોજક, મનોજસિંહ રાજપૂત કેતન ભાઈ લિંબાચિયા, યુવરાજ સિંહ ઝાલા, રવી ભાઈ પ્રજાપતિ., ચિંતન ભાઈ પટેલ, તપસ્વીભાઈ વ્યાસ, મિકીભાઈ શાહ, ચેતનકુમાર જયસ્વાલ, સાગર ભાઈ ચોધરી, રમેશ ભાઈ જેઠવા મયુર ભાઈ ચોક્સી
આ બધા ગૌ રક્ષક ભાઈઓ નો ખુબ જ સાથ સહકાર મળ્યો હતો