અંકલેશ્વરની જન સેવા એજ પ્રભુ સેવા ટ્રસ્ટ અને દાતાઓના સહયોગથી પાનોલી ના દિવ્યાંગ વ્યક્તિ ને રોજગારી માટે પતરાની દુકાન અને વેચાણ માટે સામાન ભેટ સ્વરૂપે આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
હિન્દી માં એક કહેવત છે ને કે “* ડુબતે કો તિન્ખે કા સહારા”…* આ કહેવત ને અંકલેશ્વરના સેવાભાવી યુવાનોએ સાર્થક કરી છે.અંકલેશ્વર ના પાનોલી જીઆઇડીસીમાં વર્ષોથી એક દિવ્યાંગ વ્યક્તિ સુરેશભાઈ પોતાની ટ્રાયસાયકલ માં જીવન ગુજરાન માટે થોડું ઘણું સામાન વેચતા હતા જોકે તેઓ પતરા ની દુકાન ખરીદવા માટે સક્ષમ ન હોવાને લઈને તેઓને ઘણી હાડમારી વેઠવી પડતી હતી.
આ અંગેની જાણ જનસેવા એ જ પ્રભુસેવા ગ્રુપને થતા તેઓએ પોતાના ટ્રસ્ટ ના માધ્યમથી ઓનલાઇન લોકોને આ દિવ્યાંગ વ્યક્તિને મદદ માટે અભિયાન શરૂ કર્યું હતું.લોકોના સાથ-સહકાર થી અને જન સેવા એજ પ્રભુ સેવા ટ્રસ્ટ દ્વારા પતરા ની દુકાન ભેટ સ્વરૂપે આપી હતી તેમજ ભરૂચની ખાનગી ન્યૂઝ ચેનલ હમ ટીવી ભરૂચ ન્યુઝના સહયોગથી દુકાન માં સામાન ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું હતું.

સુરેશ ભાઈ રાઠવા એ જણાવ્યું હતું કે તેઓ વર્ષો થી ટ્રાયસાયકલ માં જીવન ગુજરાન માટે થોડું ઘણું સામાન વેચતા હતા જોકે તેઓ પતરા ની દુકાન ખરીદવા માટે સક્ષમ ન હોવાને લઈને તેઓને ઘણી હાડમારી વેઠવી પડતી હતી અને ગ્રહકી પણ દુકાનના અભાવે જોઇએ તેવી થતી ન હતી તેમણે સહયોગ આપનાર રજનીશ સિંગ, જગમોહન યાદવ, અસલમભાઇ ખેરાણી અને તમામ નો આભાર વ્યક્ત કર્યો હતો
આમ જન સેવા એજ પ્રભુ સેવા ટ્રસ્ટ અને હમ ટીવી ભરૂચ ન્યુઝ ના સહયોગથી દિવ્યાંગ વ્યક્તિ સુરેશ ભાઈ રાઠવા ને પતરા ની દુકાન અને રોજગારી બંન્ને મળતા તેમની સમસ્યા માં મહંદ અંશે રાહત મળી છે.