કરઝા (જેથી) પંચાયતનો બાંટાવાડા જતો રોડ બિસ્માર હાલતમાં…શાળાએ જતા વિધાર્થીઓને ભારે હાલાકી

અમીરગઢ તાલુકાના કરઝા (જેથી) પંચાયતમાં વારંવાર કામમા ગેરરીતિ જોવા મળી રહી છે જ્યારે વરસાદે પણ પંચાયતની પોલ ખોલી દીધી છે કરઝા (જેથી) પંચાયતમાં બાંટાવાડા ગામ પણ આવે છે જેમાં કરઝા (જેથી) ગામથી બાંટાવાડા તરફ જતા રસ્તામાં વરસાદ ના કારણે રસ્તો બિસ્માર હાલતમાં જોવો મળ્યો છે. અહીંયા બાંટાવાડાથી કરઝા શાળાએ આવતા વિધાર્થીઓ પણ આવા રસ્તાના કારણે મોટી મુશ્કેલીઓ દરરોજ ભોગવવી પડે છે તેમજ અવર-જવર કરતા લોકોને પણ ભારે તકલીફો ભોગવવી પડે છે
કરઝા (જેથી)પંચાયત ના સરપંચ ને વરસાદના કારણે રોડ રસ્તામાં પાણી ભરાયેલા જેવા પ્રશ્નોનોનો નિકાલ કરવામાં કોઈ જ રસ ધરાવતા નથી. તેમજ પંચાતમાં સરપંચ નો વહીવટ એમના પતિદેવ કરતા હોવાથી કરઝા(જે) ગામમાં થતા રસ્તાના પ્રશ્નને નિકાલ કરવામાં જરાય નહિ ધરાવતા તેમજ પંચાયત ને અવળે રવાડે ચડાવી છે