વ્યારા તાલુકાના કોહલી ગામના સરપંચ અને ભાજપ વ્યારા તાલુકાના સંગઠનમંત્રી તૃપ્તિબેન ગામીત દ્વારા કરાયેલ માનવતાનુ કાર્ય
તાજેતરમા આવેલા અને છેલ્લા કેટલાક દિવસથી દક્ષિણ ગુજરાતમા વરસી રહેલા મુશળધાર વરસાદથી દક્ષિણ ગુજરાત ના કેટલાય વિસ્તારની ગરીબ પ્રજાના કાચા મકાનો તુટી પડવાની ઘટનાઓ સામે આવી છે .

તાપી અને ડાંગ જેવા આર્થિક પછાત વિસ્તારમા કેટલાક લોકોના ઘર તુટી પડતા ઘર વિહોણા થયા છે તેવા જ વ્યારા ના કોહલી ગામમા પણ શ્રમિક ગરીબ પરિવારનુ મકાન તુટી પડતા તેમના માટે ગામના સરપંચ અને ભારતીય જનતા પાર્ટી વ્યારા તાલુકાના સંગઠનમંત્રી તૃપ્તિબેન નજીસભાઇ ગામીતની મદદની ભાવનાથી સરકારી રાહે તેમના ખર્ચને પહોચી વળાય તેટલી રકમ મંજૂર કરાવી તેમણે તેમના હસ્તે જ ચેક અર્પણ કરી સરાહનીય કાર્ય કર્યુ છે .
તાપી જિલ્લામા કોહલી ગામના સરપંચ જેવા ભગીરથ કાર્ય કરી જરુરીયાતમંદ અને ગરીબ લોકોની મદદ કરનાર તૃપ્તિબેન જેવા લોકો ઘણા બધા છે અને આવા સમયે તેઓ હંમેશા મદદ કરવા આતુર હોય છે .