Publisher Theme
I’m a gamer, always have been.

ધાનેરા નગરપાલિકાના પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ

0 329

સત્તા નો દુરુપયોગ કરી સભ્યોને વિશ્વાસમાં લીધા વિના મનસ્વી રીતે વર્તે છે

ધાનેરા નગરપાલિકામાં છેલ્લા પાંચ વર્ષમાં વારંવાર પાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત ચાલી રહી છે. હાલમાં કમળાબેન રમેશભાઈ નાઈ કોંગ્રેસની બોડી સાથે ધાનેરા નગરપાલિકાના પ્રમુખ તરીકે કામગીરી કરી રહ્યા હતા. મંગળવારે કોંગ્રેસના 16 સભ્યો તથા ભાજપના ચાર સભ્યોએ મળી અવિશ્વાસની ચીફ ઓફિસરને દરખાસ્ત આપી સદસ્યોએ જણાવ્યું હતું કે, પ્રમુખ પોતાની સત્તાનો દુરુપયોગ કરી નગરપાલિકાના સભ્યોને વિશ્વાસમાં લીધા વગર મનસ્વી રીતે સત્તાનો દુરુપયોગ કરે છે તેમજ પાલિકાના નાણાંનો બે ફામ દુરુપયોગ કરેલ છે. શહેરના નાગરિકોને સફાઈ, ગટર સફાઈ, આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં નિષ્ફળ ગયેલ છે જેથી અવિશ્વાસ ની દરખાસ્ત આપવાની ફરજ પડી છે. નોંધનીય છે કે પ્રમુખ નગરપાલિકાના અધિનિયમ મુજબ ફરજ બજાવવામાં નિષ્ફળ અને અસમર્થ નીવડ્યા છે. સભ્યોને વિશ્વાસમાં લીધા વિના મનસ્વી પણે નાણાનો બેફામ દુરુપયોગ કરે છે.

Leave A Reply

Your email address will not be published.