ધાનેરા તાલુકામાં ડીઝલ પેટ્રોલ પંપો પર પૂરતા પ્રમાણમાં જથ્થો ન આવવાથી વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
મંગળવારે જ્યાં ડિઝલ દેખાય ત્યાં વાહનોની લાંબી કતાર જોવા મળી હતી. સરકાર દ્વારા ડીઝલ-પેટ્રોલના ભાવો ઘટાડવામાં આવતા તમામ કંપનીઓના પેટ્રોલ પંપો પર પેટ્રોલ-ડીઝલ પૂરતા પ્રમાણમાં ન આવતા હોવાથી લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કિસાન સંઘના પ્રમુખ વિરમાભાઈ પટેલે જણાવેલ કે આ સરકારમાં તમામ લોકોનો મરો છે સરકાર અચ્છે દિન ની વાત કરીને આવી હતી આજે અચ્છે દિન તો ન આવ્યા પણ બુરે દિન ની શરૂ થઈ ગયા છે.
હાલ માં ક્યાય ડિઝલ મળતું નથી અને બીજી તરફ ભાવ વધારાથી તમામ લોકો ત્રાહિમામ છે. પેટ્રોલ પંપના મેનેજર જીતુભાઈ પટેલે જણાવેલ કે પૂરતા પ્રમાણમાં પેટ્રોલ-ડીઝલ ન આવતું હોવાથી આ સમસ્યા ઊભી થવા પામી છે રિલાયન્સ અને નાયરા નો ભાવ વધારે છે અને ત્યાં પેટ્રોલ-ડીઝલ આવતું ન હોવાથી અમારે ત્યાં ભીડ ચાર ગણી જવા પામી છે
