પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના અંબાલી છાત્રાલય સી.આર.સી માં ક્લસ્ટરના સીઆરસી કોઓર્ડીનેટર કૌશિક પટેલના આયોજન અને માર્ગદર્શન હેઠળ આચાર્યશ્રીઓની બેઠક યોજવામાં આવી હતી જેમાં શિક્ષણ વિભાગની ખાસ ઝુંબેશના ભાગરૂપે શાળા બહારના ૬ થી ૧૮ વય જૂથના બાળકોને ઓળખવા માટે ડોર ટુ ડોર સર્વે, આગામી પ્રવેશોત્સવ સંદર્ભે આયોજન અને માર્ગદર્શન, આધાર ડાયસ અપડેશન, G SALA નો ઉપયોગ,વ્હોટસ અપ મૂલ્યાંકન પ્રજ્ઞા શિક્ષણ અને FLN તથા ઉપચારાત્મક આધારિત કામગીરી માટે માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું હતું આ બેઠકમાં ઉપસ્થિત તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી એચ.એન રાણા અને બી.આર.સી કૉ ઓર્ડીનેટર જીગ્નેશ પટેલે અદ્યતન અને સચોટ માહિતી, શાળા કક્ષાએ ગુણવત્તા માટે માઈક્રો પ્લાનિંગ અને નિયમિત શિક્ષણ કાર્ય પર ભાર મૂકી વિશેષ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું પે.સેન્ટર અંબાલી છાત્રાલયના આચાર્ય જશપાલસિંહ સોલંકી એ આભાર વિધિ કરી હતી
