અરવલ્લી જિલ્લાના આરોગ્ય વિભાગમાં વર્ગ 3 અને વર્ગ 4 ના ઓઉટસોર્ષ કર્મચારીઓને પગાર ચુકવવામાં ઠાગા ઠૈયા કરતુ જીલ્લા વહીવટી તંત્ર
છેલ્લા 3 માસ થી બાકી પગાર ના ચુકવતા આરોગ્યના ઓઉટસોર્ષ કર્મચારીઓ રોષે ભરાયા
મળતી પ્રાપ્ત માહિતી અનુસાર અરવલ્લી જીલ્લા પંચાયતના તાબા હેઠળના આરોગ્ય વિભાગમાં આવતા અને કોરોના જેવી મહામારીમાં પણ સૌથી અગત્યનો રોલ ભજવનાર અને કોરોના વોરિયર્સ તરીકે ઓળખાતા આરોગ્ય કર્મીઓને જયારે તેમના પગાર માટે પણ આવેદન પત્ર આપવું પડે તે આઝાદ ભારત માટે ખુબ જ઼ શરમજનક વાત છે મળતી માહિતી પ્રમાણે આઉટસોરશીંગ દ્વારા નિમણુંક પામેલ કર્મચારીઓ જેવા કે મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર,ફિમેલ હેલ્થ વર્કર,આયા, સ્વીપર, ડ્રાયવર જેવા આશરે 450 કે વધુ કર્મચારીઓને છેલ્લા 3 મહિનાથી પગાર ચુકવાયો નથી. ત્યારે આજે મોડાસા ખાતે તમામ કર્મચારીઓના પ્રતિનિધિ મંડળએ જીલ્લા વિકાસ અધિકારી, જીલ્લા આરોગ્ય અધિકારીને આવેદન આપ્યું હતું અને તેમની વ્યથા રજુ કરી હતી, અગાઉ પણ અનેકવાર જીલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લાવિકાસ અધિકારી, જીલ્લા કલેક્ટરને આ બાબતે રજૂઆત કરવા છતાંય કોઈ ઉકેલ આવેલ નથી ત્યારે કર્મચારીઓ રોષે ભરાયા હતા

કર્મચારી આખો મહિનો પોતાની ફરજ અદા કરે અને તેમાં પણ આરોગ્ય કર્મચારી કોરોના જેવી ઘાતકી મહામારીમાં પણ પોતાના જીવના જોખમે ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવેલ હોય તેવામાં પણ તેઓને નિયમિત પગાર ન મળતા કર્મચારીઓ નારાજ થયા હતા. ત્યારે કોરોના વોરિયર્સ અને તેમનો પરીવાર આવી મોંઘવારીના સમયમાં પીસાય રહ્યો છે તે એક વિહામનું સત્ય છે સરકારે આવા કર્મચારીઓને નિયમિત પગાર થાય તે માટે ઘટતું કરવું જોઈએ તેવી રજૂઆત સાથે આઉટસોર્સ કર્મચારીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે અને સાથે સાથે જો આગામી દિવસોમાં પગાર ના થાય તો જ્યાં સુધી પગાર નઈ ત્યાં સુધી નોકરી નઈ અને હડતાળ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી..