માલપુર તાલુકાના મોરડુગરી જલારામ મંદિર ખાતે મેઘમલ અરવલ્લી એસ.પી.એન.એફ પ્રોડ્યુસર કંપની લિમીટેડ ની બેઠક રાખવામાં આવેલી
અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના મોરડુગરી જલારામ મંદિર ખાતે મેઘમલ અરવલ્લી એસ.પી.એન.એફ પ્રોડ્યુસર કંપની લિમીટેડ અંતગર્ત એફ.પી.ઓ ના તમામ સભ્યો ની બેઠક રાખવામાં આવેલી હતી.જેમા પ્રાકૃતિક ખેતી ઉત્પાદન થયેલ પાકનો વેચાણ વ્યવસ્થા ઉભી કરવા બાબત આયોજન એફ.પી.ઓ મારફતે કરવામાં આવશે.જૈથી ખેડૂતો ની આવકમાં વધારો જશે એવી માહિતી આપવામાં આવી આ મિટીંગમાં શ્રી મહાત્મા પ્રફુલ ભાઈ સેજલીયા ગુજરાત રાજ્ય પ્રાકૃતિક ખેતી સંયોજક,જશુભાઈ પટેલ બાયળ-માલપુર ઘારાસભ્યશ્રી,દિક્ષીત ભાઈ પટેલ ગાંધીનગર કુબેર કોર્પોરેશન અઘ્યક્ષ શ્રી,યોગેશભાઈ સામૈયા, ડો આશીષભાઈ પ્રજાપતિ પશુપાલન વિભાગ ,મુકેશભાઈ ગ્રામસેવક, એસ.જી.ચંપાવતશ્રી, વિપુલભાઈ પટેલ ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા અરવલ્લી,બિ.ટી.એમ/એ.ટી.એમ માલપુર આત્મા વિભાગ તથા સુરપાલસિંહ સિસોદિયા બાગાયત અઘિકારીશ્રી તમામ હાજર રહ્યા હતા.તેમજ બેઠકમાં આત્મા યોજના, બાગાયત પાકો,તેમજ પશુપાલન વિશેની માહિતી આપવામાં આવી.તમામ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે માહિતી આપવામાં આવી.
