Publisher Theme
I’m a gamer, always have been.

અમીરગઢના કપાસિયા ઘોટા પાસે મોડી રાત્રે હિટ એન્ડ રનની ઘટના બની , બે યુવકનાં થયા મોત

0 27

બનાસકાંઠાના કપાસિયા ઘોટા ગામ પાસે આજે મોડી રાત્રે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા બે બાઇક સવાર યુવકોનાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા. મળતી માહિતી પ્રમાણે અમીરગઢ તાલુકાના કપાસિયા ધોટા ગામ પાસે મોડી રાત્રે હિટ એન્ડ રનની ઘટના બની હતી. ધનપુરા અને કપાસિયા ગામના બે યુવકો મોડી રાત્રે બાઈક લઈને રોડ પરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે જ અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈક પરથી રોડ પર પટકાતા લોહીલુહાણ થયેલા બંને યુવકોના ઘટના સ્થળે જ કરુણ મોત નિપજયા હતા.

ઘટનાની જાણ થતાં આજુબાજુના લોકો અને અમીરગઢ પોલીસ પણ ઘટનાસ્થળે આવી પહોંચી અને બંને મૃતકોની લાશને પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી તપાસ હાથ ધરી છે. અકસ્માત બાદ અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ જતા પોલીસે તેની શોધ કરી રહી છે.

Leave A Reply

Your email address will not be published.