દાંતીવાડા ના રામનગર ગામ માં આજે ઉજવલા ભારત ગેસ યોજના અંતર્ગત સૌ પ્રથમ ગામ ની મહિલાઓ ને એક સાથે 18 ગેસ કનેકશન આપવામાં આવ્યા આ ભગીરથ કાર્ય માં ગામ ના શિક્ષિત યુવા અને હંમેશા ગામ માં વિકાસ માં આગળ રહેતા એવા શ્રી વાઘેલા કેળસિંહ ગુમાનસિંહ નો સહયોગ રહ્યો હતો આ સેવાકીય કાર્ય માટે ગામ ના લોકો દ્વારા ફૂલ હાર થી કેળસિંહ નું સ્વાગત કરવા માં આવ્યું

આ પ્રસંગે રામનગર દૂધ ઉત્પાદક સહકારી મંડળી ના મંત્રી વાઘેલા વલસિંહ, વાઇસ ચેરમેન રણજીતસિંહ વાઘેલા, ભારત ગેસ ના કર્મચારી નરેશભાઈ અને રામનગર ગામ ના સી આર પી એફ જવાન નવીનભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા, આ પ્રસંગે મોટી સંખ્યા માં ગામ ના લોકો ની હાજરી રહી હતી અને ખાસ કરીને ગામ ની મહિલાઓ માં ખુશી જોવા મળી હતી