આજે આપણે ભુજ થી ૧૭ કિલોમીટર માનકુવા ગામ પાસે આવેલું વિશેશ્વર મહાદેવ નું મંદિર તે પૌરાણિક મંદિર છે જ્યાં દર વર્ષે audichya brahmsamaj મહિલા પાંખ દ્વારા ઋષિ પાંચમ ના દિવસે મહિલા પાંખ દ્વારા અહીં પૂજા અર્ચન વિવિધ કાર્યક્રમો નો આયોજન કરાય છે આ મંદિરની વિશેષતા અહીં તળાવ આવેલું છે તળાવમાં કમળના ફૂલ થી આ તળાવ રળિયામણું લાગી રહ્યું છે આ કાર્યક્રમનું મુખ્ય હેતુ સમાજની બહેનો એકબીજાથી નજીક આવે અને સેતુ બંધાય તેના માટે આ પ્રયાસો સમાજના પ્રમુખ મોહિની બેન વ્યાસ દ્વારા કરાયો છે સવારથી કરી અને સાંજ સુધી અહીં બહેનોને જુદી જુદી રમત દ્વારા અંતાક્ષરી વગેરે કાર્યક્રમો થકી બહેનોમાં જાગૃતિ નો અહેસાસ ઉત્પન્ન થાય છે આજના કાર્યક્રમમાં પ્રસાદ ના દાતા ગાયત્રીબેન શૈલેષ રાવલ ફરાળી લાડુના દાતા ભગવતીબેન આચાર્ય ગયા હતા આજના કાર્યક્રમમાં સંસ્થાની બહેનોએ ભાગ લીધો હતો જેમાં નીલાબેન મહેતા હંસાબેન આચાર્ય સરોજબેન પંડ્યા ભગવતીબેન નિહારિકા બેન ત્રિવેદી જયશ્રીબેન ત્રિપાઠી કલ્પનાબેન ત્રિપાઠી અંજનાબેન મહેતા બિંદીયા બેન પંડ્યા કાર્યક્રમનું સંચાલન રેણુકાબેન આચાર્ય કર્યો હતો આમ ઋષિ પાંચમ નો દિવસ આનંદ મહિમા સમાપ્ત થયો હતો