Publisher Theme
I’m a gamer, always have been.

બનાસકાંઠા બિન અનામત ની કચેરી ઉપર નાગરિકોના થતા ધરમધક્કા

0 64

(લોન માટે તેમજ ઇન્ટરવ્યૂ માટે લેટર સમયસર ન પહોંચતા લોકો પરેશાન, ઇન્ટરવ્યૂ થી વંચિત )
સરકાર શ્રી ગુજરાત રાજ્ય બિન અનામત ના વર્ગો લોકો માટે મળતા લાભો ની કચેરી દ્વારા ગેરરીતિ જોવા મળી રહી છે જેના કારણે લોકો પરેશાન થઇ રહ્યા છે આ બાબતે આવી સ્થિતિને સુધારવા લોકોની માંગ છે
બિન અનામત વિભાગમાં મળતી લોન તેમજ સહાય માટેના કાગળો ઓનલાઈન ભરવામાં આવે છે પરંતુ જેમાં પુરી વિગતોનો સમાવેશ સંપૂર્ણ કરેલ હોવા છતાં પણ વ્યક્તિ જે તારીખે ઇન્ટરવ્યુ હોય તે પતી ગયા પછી ટપાલ મળે છે અને અમુક ને ટપાલ મળતી નથી તો જેથી લોકો ઇન્ટરવ્યૂ થી વંચિત રહેલ જોવા મળે છે.આ બાબતે ઓફિસ તરફથી પણ કોઈ કોલ કરવામાં આવતો નથી તો આવી લોન માટે તક ગુમાવી બેસે છે બિન અનામત વર્ગના લોકોની માંગ છે કે જો અમને સમયસર ટપાલ મળતી હોય તો અમે ઇન્ટરવ્યૂ માટે રૂબરૂ સમયસર જઈ શકીએ પરંતુ લેટ ટપાલો પોસ્ટ થતી હોવાથી તેથી ટપાલો લેટ મળે છે તેવું જાણવા મળેલ છે જેથી સમયસર ટપાલ ત્યાંથી નીકળે અને અમને મળે તેવી લોકોની માંગ છે જેથી અધિકારીઓને અમારી વિનંતી છે કે અમોને સમયસર ટપાલ મળે તેવી રીતે ટપાલ પોસ્ટ કરે જેથી લોકો પરેશાન ના થાય તેવી અમારી માંગ છે

Leave A Reply

Your email address will not be published.