વડોદરાની વિખ્યાત પારૂલ યુનિવર્સિટી ખાતે ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરાના એ સી મેમ્બર અને ગુજરાતી વિભાગના કો.ઓર્ડીનેટર ડૉ કુમાર જૈમિનિ શાસ્ત્રીનું માતૃભાષા દિવસ સંદર્ભે તાજેતરમાં વ્યાખ્યાન યોજાઈ ગયું.

ઇજનેરી વિદ્યાના વિદ્યાર્થીઓને માતૃભાષા દિવસ સંદર્ભે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન સાથે ગોધરાના કવિ અને વિવેચક શ્રી ડૉ કુમાર જૈમિનિ શાસ્ત્રીએ માતૃભાષાદિવસની ઉજવણીના ઉપલક્ષમાં માતૃભાષાના વિકાસ, સંવર્ધન,શિક્ષણ અને સમાજમાં તેનું મૂલ્ય તેમજ તેના મહત્વ જેવા અનેક પાસાઓને વણી લઈને વ્યાખ્યાન આપ્યું હતું. પારુલ યુનિવર્સિટી ખાતે યોજાયેલ આ વ્યાખ્યાનમાં મોટી સંખ્યામાં રસિકો જોડાયા હતા.
દરમ્યાન કોરોના કાળમાં દિવંગત થયેલા વડોદરાના સર્જકો સર્વશ્રી ખલીલ ધનતેજવી, રશીદ મીર, સતીશ ડણાક અને વિરન્ચિભાઈ ના સાહિત્ય સર્જનની નોંધ લઈ તેમને ભાવપૂર્ણ સાહિત્યિક શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.આ કાર્યકમમાં પ્રિન્સિપાલ ડૉ ભાવેશભાઈ મેવાડાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. ડૉ સ્નેહલ ત્રિવેદીએ પ્રાસ્તાવિક પ્રવચન કર્યું હતું. કાર્યકમની આભારવિધિ ડૉ ગઢવી સાહેબે કરી હતી. આ કાર્યકમમાં શ્રી ફેડરીક મેકવાન અને શ્રી નિરવ દવે અને સહયોગીઓ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યકમનું સમાપન રાષ્ટ્રગીતનું ગાન કરીને કર્યું હતું. .