બનાસકાંઠા જીલ્લા વિકાસ અધિકારી શ્રી સ્વપ્નીલ ખરે, પાલનપુર એ શહેરના વિવિધ વિસ્તારોની મુલાકાત લઇ કામગીરીની સમીક્ષા કરી હતી.
કોરોનાના સંક્રમણને રોકવા માટે પાલનપુર શહેરમાં વોર્ડ પ્રમાણે 14 ધન્વન્તરી રથનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સાથે કોરોના સંક્રમિત દર્દીઓ અને તેમના સંપર્કમાં આવેલા લોકોની તબિયત તપાસવા અને સારવાર માટે 3 સંજીવ રથ પણ શરૂ કરવામાં આવ્યા છે.
બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્વપ્નિલ ખરેએ ધન્વન્તરી રથ અને સંજીવની રથની કામગીરીનું નિરિક્ષણ કરવા શહેરના વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી હતી અને હોમ આઇસોલેશનમાં સારવાર લઇ રહેલા દર્દીઓની પણ મુલાકાત લીધી હતી અને આરોગ્ય વિભાગના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. ધન્વંતરી અને સંજીવની રથમાં કાર્યરત તબીબો, ફાર્માસિસ્ટ, બહુહેતુક આરોગ્ય કાર્યકરોએ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને કોરોનાના કેસોને ફેલાતો અટકાવવા પ્રયાસો કરવા જરૂરી સૂચનાઓ આપી હતી.

મુલાકાત દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી. મહેતા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.