Publisher Theme
I’m a gamer, always have been.

પ્રોફેશનલ પ્રેસ યુનિટી વડગામ દ્વારા સાધારણ સભા યોજાઇ.

0 14

આજ રોજ પ્રોફેશનલપ્રેસ યુનિટી વડગામ ની સાધારણ સભા પાલનપુર જગાણા હાઇવે ઉપર આવેલ રિદ્ધિ સિદ્ધિ પાર્ટી પ્લોટ ખાતે યોજવામાં આવી હતી. જેમાં સભાની શરૂઆત પ્રાર્થના તેમજ રાષ્ટ્રગીત ગાઇ ભારતમાતા કી જય ના નારા સાથે કરવામાં આવી હતી. ત્યાર બાદ પૂર્વ હોદેદારોએ પ્રોફેશનલ પ્રેસ યુનિટી નો આછો પાતળો કામગીરી અને નિયમો અંગે હાજર યુનિટીના દરેક સભ્યોને વાકેફ કર્યા હતા અને બનાસકાંઠા સાબરકાંઠા તેમજ ગુજરાત રાજ્યના ખૂણેથી આવેલ યુનિટી સભ્યોનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ દરેક યુનિટી સભ્યોની હાજરીમાં હોદ્દેદારો ની વરણી કરાઇ હતી. જેમાં યુનિટી ના પ્રમુખ તરીકે દશરથસિંહ સોલંકી ની સર્વ સંમતિ થી બિન હરિફ પસંદગી કરવામાં આવી હતી

ત્યાર બાદ ઉપ પ્રમુખ તરીકે સતલાસણા નિવાસિ સંજયભાઇ સોની તેમજ ખુશાલભાઇ ચોરાશિયા ,મહામંત્રિ દીલીપભાઇ ગોહીલ, મંત્રી હુસૈનભાઇ ચાૈધરી, ખજાનચી તરીકે કમલેશભાઇ ગંગવાણી અને બળવંતભાઇ રાણા, મિડિયા કલ્વિનર તરીકે નયનાબેન પરમાર તેમજ વિજય શ્રીમાળી અને ઓડિટર તરીકે હિરેન રાવલ અને ભરતભાઇ જોશી તંત્રી બૌદ્ધિક ભારત સલાહકાર સમિતી માં નરેશભાઈ વ્યાસ બ્યુરો ચીફ બનાસકાંઠા અને કાંતિભાઈ લોધા ભીખુભાઇ સિપાહી પંકજભાઈ ઉપાધ્યાય વિપુલભાઈ ટાંક ની સર્વ સંમતી થી વરણી કરવામાં આવી હતી.

ત્યાર બાદ યુનિટી ને લગતી વિસ્તુત માહીતિ ના સુચનો તેમજ યુનિટી ના નિતિ નિયમો ના સુચનો કરાયા હતા. અને નવા પત્રકાર મિત્રો પણ જોડાયા હતા. આ કાર્યક્રમ માં યુનિટી ના પત્રકાર મિત્રો મોટી સખ્યા માં હાજરી આપી હતી. રિદ્ધિ સિદ્ધી પાર્ટી પ્લોટ ના વિનોદભાઇ લિંબાચિયા દ્વારા પુરતો સહયોગ આપવામાં આવ્યો હતો જે બદલ પ્રોફેશનલ પ્રેસ યુનિટી દ્વારા તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. અને અંતે ભોજન ના દાતા યુનિટી ના પ્રમુખ શ્રી દશરથસિંહ સોલંકી તરફ થી સમુહ ભોજન લઇ કાર્યક્રમ ને પુર્ણ કરાયો હતો.

Leave A Reply

Your email address will not be published.