રાષ્ટ્રીય રાજપૂત કરણીસેના પ્રદેશ અધ્યક્ષ શ્રી રાજ શેખાવતજી દ્વારા સમગ્ર ગુજરાતમાં સંગઠન ને વધુમાં વધુ મજબૂત બનાવવા માટે દરેક તાલુકાના ની રચના કરવામાં આવી રહિ છે ત્યારે થોડા દિવસ પહેલા બનાસકાંઠા જિલ્લાની ટીમની રચના કરવામા આવી હતી ત્યારે શ્રી રાજ શેખાવતજી ના નેજા હેઠળ તથા બનાસકાંઠા ટીમના નેજા હેઠળ દરેક તાલુકા ની વરણી કરવા મા આવી રહી છે ત્યારે ગુજરાત ટીમ માંથી રામસેંગજી જોજાવત તથા બનાસકાંઠા અધ્યક્ષ અજયસિંહ, નરેન્દ્રસિંહ, તેમજ દસુભા સહિતના તમામ ટીમ ની જવાબદારી હેઠળ થરાદ તાલુકાના રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના ના મહામંત્રી તરીકે ભરતસિંહ એલ રાજપૂત જમડા ની નિમણૂક કરવામાં આવી છે જો વાત કરવામાં આવે તો ભરતસિંહ રાજપૂત પોતાની નાની ઉંમર મા ખુબ મોટી લોક ચાહના મેળવી રહ્યા છે અને ગામડાઓમાં ખેડૂત પત્રકાર તરીકે ની એક અલગ ઓળખ ઉભી કરી છે ત્યારે રાષ્ટ્રીય રાજપૂત કરણીસેના ના અધ્યક્ષ રાજશેખાતજી દ્વારા સમગ્ર ગુજરાતમાં એક મોટું રાજપૂત સમાજનુ સંગઠન થકી વટવૃક્ષ બની છાયા તરીકે અઢારે વરણ ને સાથે લઈ ચાલનારુ સંગઠન ઉભુ કરવામાં આવી રહ્યું છે ત્યારે થરાદ તાલુકાના પત્રકાર ફિલ્ડ એસોસિએશન ના પ્રમુખ અને ખેડૂત પત્રકાર તરીકે નું નામ ધરાવતા ભરતસિંહ,એલ રાજપૂત જમડા ને થરાદ તાલુકાના મહામંત્રી તરીકે નિમણૂક કરતા ની સાથે હજારો ની સંખ્યામાં યુવાનો અને પત્રકાર તરીકે ના એમના ચાહકો એ એમને અભિનંદન પાઠવ્યા હતા…..