પાલનપુર તાલુકાના મલાણા ગામે પોષણ માસની ઉજવણી કરવામાં આવી….સમગ્ર દેશમાં સપ્ટેમ્બર માસમાં પોષણ માસ અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે.ત્યારે આપણા લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેદ્રભાઈ મોદી સાહેબ દ્વારા શરૂ કરવામાં આવેલા પોષણ માસ અભિયાન અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના મલાણા માં પોષણ માસની ઉજવણી કરવામાં આવી હતી. પોષણ માસના રાષ્ટ્રવ્યાપી આ જન-જાગૃતિ અભિયાન અંતર્ગત માતાઓ, બહેનો દ્વારા પોષણ જાગૃતિની થીમ ઉપર વિવિધ પોસ્ટરો બનાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ માં ઘર આંગણે આયુર્વેદિક છોડ ઉછેરવા તેમજ ન્યુટ્રી ગાર્ડન ની સમજ આપવામાં આવી હતી અને કોવીડ 19 વેક્સિન મોટીવેશન અભિયાન વિશેની માહિતી તેમજ પોષણ સંદેશ દરેક ઘર સુધી પહોંચે અને કુપોષણ મુક્ત રાષ્ટ્રના નિર્માણ અંતર્ગત આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.. તેમજ કોવિડ રસીકરણ અંગે જન જાગૃતિ ફેલાવવા, કોવિડ રસીકરણના ફાયદાઓ અંગે વિસ્તૃત સમજૂતી આપી કોરોનાની માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન કરવા અંગેની માહિતી પણ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં,. ડૉ વિપુલભાઈ, FHW મંજુલાબેન મકવાણા, ગામના તલાટી શ્રી, આશાવર્કર બહેનો, આંગણવાડી કાર્યકર બહેનો, તેમજ ગ્રામ લોકો ઉપસ્થિત રહી આ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો..
Prev Post