દાંતા તાલુકાના ડૂબ ઘંટોડી ગામ ના 90 વિસ્થાપિત અસરગ્રસ્ત પીડિત ખેડૂતોનું બીજીવાર ગાંધી ચિંધ્યા માર્ગે અચોક્કસ મુદતના મૌન ઉપવાસ નો આજે પચમો દિવસ
વર્ષ 1972/73ની સાલમાં ખેડૂતોના એક માત્ર આજીવિકાના સાધન અને માલિકીની 800એકર બારમાસી પિયત વાળી ખેતીની જમીન સરકાર શ્રીના બાધકામ વિભાગ ગાંધીનગર ના તારીખ 17/07/1971ના ઠરાવ મુજબ બદલાના ધોરણે 700એકર પુનઃવસન ની જમીન ફાળવવાનો ભરોસો આપી ઘોડાવાળા પોલીસ મોકલી બળજબરીથી લાચાર બનાવીને જમીન લઇ ખેડૂત માંથી મજૂર બનાવી ધરોઈ ડેમ બનાવેલ છે સર્વે અધિકારીઓ તથા આપના તાબા નીચે કામ કરતા ઉપરોક્ત વિષય સાથે સંકળાયેલા 50થી વધુ જવાબદાર અધિકારીઓ ને છેલ્લા 46 વર્ષ થી અસંખ્ય વાર મળીને પત્રો થી ,ટેલિફોન થી કે મીટીંગો માં હક્કની જમીન માટે બદલાના ધોરણે પુનઃ વસનની જમીન ફાળવવા 14 થી વધુ જગ્યાઓ જોઈ અને દરેક વખતે સહમતી આપી 8 વાર ક્લેમ પેપરો જમાં કરાવ્યા જેમાં કાળી મજૂરી કરીને કમાયેલા 50લાખ થી વધુ રૂપિયા અને 3000+માનવીય કલાકો વ્યય કરવા સરકારે મજબૂર કર્યા કે કરવા દીધા પરંતુ એમાંથી એકેય ખેડૂત ને હક ની જમીન ફાળવી નથી કે કોઈ ગંભીરતા થી પરિણામ લક્ષી પ્રયત્નો કર્યા નથી એવું ઉપવાસ પર બેઠેલા ખેડૂતોનું કહેવું છે હવે એ જોવું રહ્યું કે હવે પાચ દિવસ થી ઉપવાસ પણ બેઠેલા ખેડૂતોની વહારે કોઈ નેતા કે સરકાર આવે છે કે નઈ.