બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરમાં આસો વદ પાંચમના સોમવારના રોજ કથાકાર શ્રી વિક્રમપ્રસાદજી મહારાજ ના મુખે શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું, અને કથાની પૂર્ણાહુતિ આસોવદ ૧૧ના રવિવારે બપોરે ૪ વાગે કરવામાં આવશે, ધારાસભ્ય શ્રી નાથાભાઈ હેગોળાભાઈ પટેલ અને તેમના પરિવાર આયોજિત શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞ સપ્તાહ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, ધાનેરા આજુ બાજુ તેમજ સોસાયટીના સારી એવી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો એ કથાનું રસપાન કર્યું…
માનવ શરીર જ એક મુક્તિધામ મેળવવાનો અવતાર છે, કામ, ક્રોધ, લોભ મુખ્ય જીવનના ત્રણ વળાંક છે જેના કારણે માનવ ફેરો ખાલી જાય છે.

બુદ્ધીથી પીએચડી બની શકાય ડીગ્રી મેળવી શકાય. પરંતુ પરમહંસને પામી શકાય નહી તે માટે ભાગવત જ્ઞાન યજ્ઞ, ગીતા-રામાયણ ગ્રંથ જ મુક્તિના ધામ સુધી લઈ જાય છે તેનું વાંચન પઠન જ માનવીને સાચા માર્ગે વાળે છે.