સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ હેઠળ બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે દ્વારા તારીખ 13 ઓક્ટોબરના રોજ જિલ્લામાં ઝુંબેશ હાથ ધરી છે. ત્યારે એક જ દિવસમાં 500 વ્યકિતગત શોકપીટ અને 100 સામૂહિક શોકપીટના ખાતમૂર્હતની કામગીરી હાથ ધરી છે. સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ ફેઝ-2 અંતર્ગત 100 દિવસના કેમ્પેઈન અંતર્ગત બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે દ્વારા તા.13 ઓક્ટોબર-2021 ના રોજ જિલ્લામાં ઝુંબેશ હાથ ધરી એક જ દિવસમાં 500 વ્યકિતગત શોકપીટ અને 100 સામૂહિક શોકપીટના ખાતમૂર્હતની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ધનપુરા તથા ભરોડ તેમજ અમીરગઢ તાલુકાના વિરમપુર ગામે સામૂહિક શોકપીટનું ખાતમૂર્હત જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કરવામાં આવ્યું હતું.