Publisher Theme
I’m a gamer, always have been.

લાખણી તાલકાની શ્રી ક્રિષ્ના આર્ટસ કૉલેજ, સાંસદની ઉપસ્થિતિમાં નમો ક્વિઝ સ્પર્ધા યોજાઈ

0 64

આજરોજ લાખણી ખાતે આવેલા શ્રી ક્રિષ્ના એજ્યુકેશન કેમ્પસ સ્થિત શ્રી ક્રિષ્ના આર્ટસ કૉલેજમાં બનાસકાંઠા જિલ્લાના સાંસદ પરબતભાઈ પટેલ અને જીલ્લા ભાજપના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં જિલ્લા ભાજપના યુવા મોરચા દ્વારા નમો ક્વિઝ કોન્ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.


નમો ક્વિઝ કોન્ટેસ્ટમાં કૉલેજના ૧૨૪ વિદ્યાર્થીઓેએ ભાગ લીધો હતો. ક્વિઝ સ્પર્ધામાં પ્રથમ ત્રણ ક્રમે વિધિબેન દરજી, ગોવિંદભાઈ ચૌધરી, આશાબેન ચૌધરી, અરવિંદભાઈ ચૌધરી, કિંજલબેન પરમાર, નરેશભાઈ મકવાણા ઉર્તિણ થયાં હતાં. ક્વિઝ કોમ્પિટિશનના અંતે વિદ્યાર્થીઓને બિરદાવવા માટે બનાસકાંઠા જિલ્લાના સાંસદ પરબતભાઈ પટેલ, લાખણી તાલુકા ભાજપના પ્રમુખ બાબરાભાઈ પટેલ, યુવા મોરચાના પ્રદેશ કોષાધ્યક્ષ નરેશભાઈ ઠાકોર, રમેશભાઈ દેસાઈ, રૂડાભાઈ રાજપુત, સાગરભાઈ ગજ્જર, રામભાઈ રાજપુત, પ્રભાતસિંહ વાઘેલા, સવજીભાઈ રાજપુત, મેહુલભાઈ રાજપુત સહિત કૉલેજના ટ્રસ્ટીઓ અને સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Leave A Reply

Your email address will not be published.