નવરાત્રી નો પાવન પર્વ ચાલી રહ્યો છે તેવામાં ઠેરઠેર સેરી ગરબા અને સોસાયટીમાં ગરબાની રમઝટ જામી છે.
મહેસાણા ના રાધનપુર રોડ ઉપર આવેલ પ્રમુખ ફ્લોરા ફ્લેટ માં સોસાયટી ના રહીશો એ ગરબાની મોજ માણી.
પ્રમુખ ફ્લોરા ફ્લેટ માં વેશભૂષા નું આયોજન કરવામાં આવ્યું.
જેમાં અવનવા પોષાક પહેરી નાના બાળકો સાથે સાથે મોટા લોકો એ પણ આનંદ માણ્યો.
જેમાં ચંબલ ના ડાકુ, શ્રવણ કુમાર, દેસી પહેરવેશ, ઝાંસી ની રાણી, ડોસા ડોસી વગેરે આકર્ષણ જમાવ્યું.
પ્રમુખ ફ્લોરા ના રહીશો મનમૂકીને નાચ્યાં.
કોરોના કાળથી બહાર આવીને ખેલૈયાઓ એ આ વખતે ગરબાની ખુબ જ સરસ રમઝટ બોલાવી છે.