
સરકારશ્રીના આદેશ અનુસાર વેલવડ પ્રાથમિક શાળામાં CRC કક્ષાનો ‘આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કલા ઉત્સવ- 2021’ નું ઉચ્ચ પ્રાથમિક વિભાગનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત CRC Co. શ્રી રમેશભાઈ ડામોર તથા પગાર કેન્દ્ર આચાર્ય શ્રી દિપીકાબેન અને વિવિધ શાળાનાં શિક્ષકશ્રીઓનાં માર્ગ દર્શન હેઠળ વિવિધ સ્પર્ધાઓ નું આયોજન ગોધરા તાલુકાની વેલવડ પ્રાથમિક શાળામાં કરવામાં આવ્યું હતું.

જેમાં વિવિધ વિષયો જેવા કે ૧ – ચિત્ર સ્પર્ધા – દેશના સ્વાતંત્ર્ય સેનાનીઓ, ૨- વકતૃત્વ સ્પર્ધા – દેશના સ્વાતંત્ર્ય સંગ્રામના સેનાનીઓ’, ૩- નિબંધ સ્પર્ધા – ‘દેશના સ્વાતંત્ર્ય સંગ્રામના સેનાનીઓની સ્થાનિક કથાઓ’ અને ૪- કાવ્ય સ્પર્ધામાં ‘રાષ્ટ્રિય શાયર ઝવેરચંદ મેઘાણીના કાવ્યો’ ઉપર રાખવામાં આવી હતી.
જેમાં વેલવડ CRC કક્ષામાં આવતી શાળાનાં ૩૦ બાળકોએ વિવિધ સ્પર્ધાઓ માં ઉમંગ ભેર ભાગ લીધો હતો. જેમાં એકથી ત્રણ નંબરે આવેલ બાળકોને પ્રોત્સાહક ઈનામ આપવામાં આવ્યું.