ડીસાની એકમાત્ર એવી શાળા જે મોન્ટેસરી પધ્ધતિથી ચાલે છે જેનો હેતું વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ છે આપણા જીવનઘડતરમાં શિક્ષણની સાથે સાથે રમતોનું એક આગવું મહત્વ રહેલું છે . નાની ઉંમરથી રમતમાં રસ જગાડવો તે જીવન ઘડતરનો પાયો છે રમતથી શારીરિક વિકાસ તો થાય છે પણ સંપુર્ણવિકાસ ના માર્ગ પણ ખુલે છે .

આજે જીલ્લા રમત ગમત પરિષદ દ્વારા તાલુકાકક્ષા એ કબડ્ડીનુ આયોજન કરવામાં આવ્યું હતું આ રમતમાં તાલુકાની 15 ટીમોએ ભાગ લીધો હતો જેમાં સ્કાય ઇન્ટરનેશનલ સ્કુલ ની ટીમ માં( 1) કુશ ચૌધરી (2) હાર્દીક કુવલ (3) રોહીત ગેલોત (4) તેજારામ માજીરાણા (5) નમન કુવાલ 6) અશ્વિન પઢીયાર (7)મહેશ ઠક્ક્રર (8) કુલદીપસિંહ પરમાર (9) પ્રધ્યુમન પ્રિયદર્શી ( 10) હેત પટેલ (11) કુલદીપ ચૌહાણ એ ભાગ લઇ સ્કાય ઇન્ટરનેશનલ મોન્ટેસરી સ્કુલ વિજેતા બની હતી.
કબડ્ડીમાં વિધ્યાર્થીઓનો ખુબ જ ઉત્સાહ , જોશ પુર્વક ભાગ લઇ ખુબ જ સારું પ્રદર્શન કર્યું હતું .રમતવિરોને અભિનંદન આપવામાં આવ્યા હતા તથા જીલ્લાકક્ષાએ જીતી ભવિષ્ય માં પોતાનું ,શાળાનું ,દેશનું નામ રોશન કરે તેવી શુભેચ્છા પાઠવી હતી .
આ વર્ષે ખેલક્ષેત્રે આપણા દેશને આંતરરાષ્ટીયકક્ષાએ – ઓલંમપિકમાં ગોલ્ડમેડલ, સિલ્વર મેડલ અને બ્રોન્ઝમેડલ પ્રાપ્ત થયા છે જેમાં આપણને ગૌરવ અપાવ્યું છે જે પ્રેરણાનું ઉતમ ઉદાહરણ છે રમત માં જીતવું કે હારવું એ રમતનો ધ્યેય નથી પણ રમતની અંતિમ ઘડી સુધી ઉત્સાહ ..જોશથી રમવું એજ આપણી જીત છે