Publisher Theme
I’m a gamer, always have been.

અમરેલી જિલ્લા કક્ષા હરિફાઈમાં પ્રાચિન,અર્વાચીન તથા રાસમાં કુલ ૧૧ ટીમોના ર૦૦ કરતા પણ વધારે કલાકારોએ કલાના કામણ પાર્થયા

0 5

અમરેલી જિલ્લા કક્ષા હરિફાઈમાં પ્રાચિન,અર્વાચીન તથા રાસમાં કુલ ૧૧ ટીમોના ર૦૦ કરતા પણ વધારે કલાકારોએ કલાના કામણ પાર્થયા
સરકારની ગાઈડલાઈન મુજબ કોવીડ ગાઈડલાઈનના ચુસ્તા પાલન સાથે જિલ્લા કક્ષાએ રાસ-ગરબા હરિફાઈમાં કલાકારોએ મંત્રમુગ્ધન કર્યા.
પ્રાચિનમાં એસ.એલ.પી.ટી. બી.બી.એ કોલેજ, અર્વાચીનમાં અમરેલી જિલ્લાં લેઉવા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ્ તથા રાસમાં જેસીંગપરા રાસ-મંડળે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું

અમરેલીના શ્રીમતિ શાંતાબેન હરિભાઈ ગજેરા શૈક્ષણીક સંકુલ ખાતે યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગરના ઉપક્રમે શ્રી અમરેલી જિલ્લા લે.પ.ચે.ટ્રસ્ટ સુરતના સહયોગથી જિલ્લાા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમત-ગમત કચેરી દ્વારા જિલ્લા કક્ષાની રાસગરબા હરિફાઈ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યોજાઈ હતી. સ્પર્ધા ના પ્રારંભે ઉપસ્થિત સૌનું શબ્દોાથી સ્વાવગત જિલ્લા યુવા વિકાસ અધિકારી વિક્રમસિંહ પરમારે કર્યુ હતુ જયારે પ્રાચીન-અર્વાચીન ગરબા ટીમના ટીમલીડર્સ બહેનો દ્વારા ર્સ્પ્ધાનું દિપપ્રાગટય કરીને ર્સ્પધાને ખુલ્લી મુકવામાં આવી હતી. પ્રાચીન,અર્વાચીન તથા રાસ એમ કુલ ત્રણ વિભાગોમાં કુલ ૧૧ ટીમોએ જિલ્લા કક્ષાએ આયોજિત સ્પર્ધામાં ભાગ લઈને ર૦૦ કરતા પણ વધારે કલાકારોએ પ્રાચીન-અર્વાચીન-રાસની પ્રસ્તુતિ કરીને ઉપસ્થિંત સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા.
સરકારની કોવીડ ગાઈડ લાઈનના ચુસ્ત અમલ સાથે આયોજિત જિલ્લા કક્ષા રાસ-ગરબા હરિફાઈમાં પ્રાચીન વિભાગમાં ગજેરા સંકુલની એસ.એલ.પી.ટી. મહિલા બી.બી.એ કોલેજ પ્રથમ સ્થાબન, કે.પી. ધોળકિયા ઈન્ફોસટેક કોલેજે દ્વિતીય સ્થાન જયારે તુન્નીગ વિદ્યામંદિર અમરેલીએ તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યુ હતુ. અર્વાચીનમાં અમરેલી જિલ્લાઆ લેઉવા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ-પ્રથમ, શાંતાબેન ગજેરા શૈ.સંકુલ દ્વિતીય જયારે બી.એન.વીરાણી મા.અને ઉ.મા. શાળાએ તૃતીય સ્થારન પ્રાપ્ત કર્યુ હતુ. રાસમાં જેસીંગપરા રાસમંડળે પ્રથમ સ્થાન પ્રાપ્તત કર્યુ હતુ, સ્પર્ધા ના નિર્ણાયક તરીકે ભાવનગરથી અમુલભાઈ પરમાર, પ્રવિણભાઈ ડાભી, તથા સુનિલભાઈ પરમાર ઉપસ્થિાત રહયાં હતા. સમગ્ર સ્પર્ધા ને સફળ બનાવવા માટે ગજેરા સંકુલના નિયામક મનસુખભાઈ ધાનાણી પ્રાંત યુવા વિકાસ અધિકારીશ્રી અરવિંદભાઈ બારૈયા તથા લાલજીભાઈ ભીલે માર્ગદર્શન પુરૂ પાડયુ હતુ. સ્પર્ધા ના અંતે નિર્ણાયક અમુલભાઈ પરમારે સ્પર્ધા નું પરિણામ જાહેર કર્યુ હતુ જયારે આભારવિધી ગજેરા સંકુલના નિયામક તથા ટ્રસ્ટી મનસુખભાઈ ધાનાણીએ કરી હતી. સમગ્ર સ્પર્ધા નું સંચાલન હરેશભાઈ બાવીશી દ્વારા કરવામાં આવ્યુ હતુ.સ્પર્ધા ને સફળ બનાવવા માટે ગજેરા સંકુલના પદાધિકારીશ્રીઓ વલ્લભભાઈ રામાણી, મગનભાઈ વસોયા, મુકેશભાઈ શિરોયા, લાઈટ, સાઉન્ડ તથા સંગીત વિભાગે ભારે જહેમત ઉઠાવી હતી.

Leave A Reply

Your email address will not be published.