શ્રીરામ રાષ્ટ્રીય કાવ્ય પાઠ પતિયોગિતા માં જેતપુરા ના લક્ષ્ય જોશી ને સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં
શ્રીરામ રાષ્ટ્રીય કાવ્ય પાઠ પતિયોગિતા 2021 રાજસ્થાન ઈકાઈ રાજ્ય સ્તરીય કાર્યક્રમ નું ભવ્ય આયોજન જયપુર ખાતે પાથયે ભવન માલવિય નગર ના સભાગર માં કરવામાં માં આવ્યુ હતું ..
આ કાર્યક્રમ માં રાજસ્થાન ના દરેક જિલ્લા માંથી ચૂંટાયેલા પહેલા, બીજા અને ત્રીજા ક્રમે રહેલા પ્રતિભાગિયો દ્વારા ભાગ લેવા માં આવ્યો અને ચયનિત કવિયો દ્વારા મર્યાદા પુરષોતમ ભગવાન શ્રી રામ ના આદર્શ ચરિત્ર, શ્રી રામ ની મર્યાદા અને સમાજ માં આજ ના વર્તમાન પરિપેક્ષ ની ભૂમિકા ના ભાગરૂપે તમામ રચનાકરો દ્વારા પોતપોતાની સ્વરચિત રચના ની પ્રસ્તુતિ આપવામાં માં આવી હતી
જેમાં જલોર જિલ્લા થી રાણીવાડા તાલુકા ના જેતપુરા ગામ ના મૂળ વતની અને હાલ રાણીવાડા ખાતે રહેતા શ્રી જગદીશ કુમાર રામેશ્વર લાલ મહેતા (એકાઉન્ટન્ટ ) ના સુપુત્ર શ્રી લક્ષ્ય જોશી દ્વારા ભગવાન શ્રી રામ ના મર્યાદા ના ભાગરૂપે પોતાની ઓજસ્વી વાણી અને પોતાની સ્વરચિત કાવ્ય ના માધ્યમ થી સંપૂર્ણ સભાગર ને ગુંજવા માં આવ્યો હતો.
લક્ષ્ય જોશી દ્વારા પોતાની મધુર વાણી થી કાર્યક્રમ માં ઉપસ્થિત તમામ શ્રોતાઓ નું દિલ જીતી લીધું હતું અને તાળીયો ના ગડગડાહટ થી જોશી નો અભિવાદન કરવામાં માં આવ્યો
લક્ષ્ય જોશી દ્વારા પોતાની કવિતા માં મર્યાદા પુરષોતમ ભગવાન શ્રી રામ ની વ્યાપકતા અને સર્વભૌમિકતા અને શ્રી રામ ને મુક્તિ નો માર્ગ બતાવી ને “મેરે સંગ સિયા રામ કહો ” ની સુંદર પ્રસ્તુતિ આપવામાં માં આવી પોતાની રચના ના માધ્યમ થી વર્તમાન સમય માં સમાજ માં વ્યાપ્ત સામાજિક બુરાઈઓ પર શાબ્દિક પ્રહાર કરતા કમજોરો અને વર્તમાન પીઢી ની કર્ત્યવ હીનતા અને સંસ્કારહીન સંતાનો પાર વ્યંગ્ય કરવામાં માં આવ્યુ અને સમાજ ને યાજ્ઞાવલક્ય ના વંશજ ને નચિકેતા નો બોધ કરાવ્યો અને અંત માં સમાજ માં વ્યાપ્ત આસુરી પ્રવતિ નિર્દયતા ને હિરણાકશ્યપ ના અત્યાચાર ને પ્રહલાદ જેવા ભક્ત બની ને પાપ નું અંત કરવાની ચેતવણી આપી.

આમ આ સુંદર કાર્યક્રમ માં પ્રદેશ સ્તરીય અધ્યક્ષ, જાલોર ના ધારાસભ્ય શ્રી જોગેશ્વર ગર્ગ, મહામંત્રી કિશોર પરિક જયપુર , સંયોજક વિવેકાનંદ શર્મા , પરમાનંદ ભટ, વિવેકપાલસિંહ, પરીક્ષિત પાંડેય, સાથે મોટી સંખ્યા માં પ્રદેશ ના કાવ્ય રચીકો દ્વારા ભાગ લેવા માં આવ્યો અને શ્રી લક્ષ્ય જોશી ને સર્વશ્રેષ્ઠ રચના નો સન્માન આપી ને સન્માનિત કરવામાં માં આવ્યા હતા.
લક્ષ્ય જોશી દ્વારા આ સન્માન મેળવી ને પોતાના જિલ્લા,તાલુકા અને ગામ સાથે પોતાના પરિવાર સહીત પોતાના ઔદિશય બ્રહ્ન સમાજ ને ગૌરવાન્વિત કરવા માં આવ્યું.. આ શુભ અવસરે સંપૂર્ણ મહેતા પરિવાર જેતપુરા ને શુભેછા પાઠવામાં માં આવી હતી