Publisher Theme
I’m a gamer, always have been.

સર્વોદય આશ્રમ સનાલી સંચાલિત રાજમણિ વિદ્યાલય માં નવરાત્રી ગરબા મહોત્સવની ઉજવણી કરવામાં આવી.

0 174

દાંતા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા સર્વોદય આશ્રમ સંચાલિત રાજમણિ વિદ્યાલય ,ખાનગી પ્રાથમિક શાળા તેમજ કેન્દ્રીય વિદ્યાલય માં સામૂહિક નવરાત્રી ગરબા મહોત્સવ ની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી. આ ઉજવણી સંસ્થાના ટ્રસ્ટી શ્રી વી. ડી.પંચાલ સાહેબના માર્ગદર્શન હેઠળ સંસ્થાના પ્રમુખ ડૉ.હર્ષદભાઈ મહેતાની ૭૫ મી વર્ષગાંઠ નિમિત્તે થનારા કાર્યક્રમ ના ભાગરૂપે કરવામાં આવી.

કાર્યક્રમની શરૂઆત માતા જગદંબાની આરતી અને સ્તુતિ થી કરવામાં આવી.જેમાં સંસ્થાના વ્યવસ્થાપક શ્રી એન એમ.ડાભી સાહેબ આચાર્ય શ્રી ,શિક્ષક ગણ તેમજ તમામ વિદ્યાર્થીઓ જોડાયા હતા.આરતી બાદ તમામ વિદ્યાર્થીઓને બૂંદી અને સેવ ની પ્રસાદ શાળાના શિક્ષકો તરફથી આપવામાં આવ્યો હતો…પ્રસાદ લીધા બાદ ગરબાનો કાર્યક્રમ શરૂ થયો હતો…તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષક ગણ ગરબાના કાર્યક્રમમાં ઉત્સાહભેર જોડાયા હતા….ગરબાના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને વધુ પ્રોત્સાહન મળે તે માટે શાળાના શિક્ષકો દ્વારા ઇનામની જાહેરાત કરવામાં આવી હતી.અંત માં ત્રણ વિદ્યાર્થીઓ અને ત્રણ વિદ્યાર્થિનીઓને શાળાના શિક્ષક શ્રી ચિરાગભાઈ પટેલ અને શ્રી વિપુલભાઈ શાહ તરફ થી ઈનામ આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા….

સમગ્ર કાર્યક્રમમાં સંસ્થાના વ્યવસ્થાપક શ્રી નાથુભાઈ ડાભી હજાર રહી સહકાર અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતુ.શ્રી હરિભાઈ ચૌધરીએ સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવનાર તમામ સ્ટાફ મિત્રો,ઈનામ દાતા શિક્ષક મિત્રો,પ્રસાદ વિતરણ કરનાર શ્રી સોમભાઈ વાઘેલા અને તેમની ટીમ પ્રસાદ બનાવનાર ગૃહપતિ શ્રીઓ અને અને રસોઈ કર્મચારીનો આભાર માન્યો હતો…સમગ્ર કાર્યક્રમમાં અહેવાલનું સંકલન શાળાના શિક્ષક શ્રી સુરેશભાઈ એમ.પ્રજાપતિએ કર્યું હતુ.

Leave A Reply

Your email address will not be published.