Publisher Theme
I’m a gamer, always have been.

ગોધરા તાલુકાની વેલવડ પ્રાથમિક શાળામાં શાળા પંચાયતની ચુંટણી યોજવામાં આવી.

0 14

ગોધરા તાલુકાની વેલવડ પ્રાથમિક શાળામાં શાળા પંચાયતની ચુંટણી યોજવામાં આવી હતી. શાળા પંચાયતની ચુંટણી આધુનિક પદ્ધતિથી મોબાઈલ એપ્લિકેશન ‘ વોટિંગ મશીન ઈ વી એમ દ્વારા યોજવામાં આવી. જેનો હેતુ બાળકોને ભવિષ્યમાં આવનાર ચુંટણી પ્રક્રિયાની સમજ આપી શકાય. જે હેતુથી ચુંટણીનું તમામ આયોજન શાળાનાં વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં ચુંટણી કમિશનર, પ્રેસાઈડિંગ ઓફિસર, પોલિંગ સ્ટાફ તથા જરૂરી સ્ટાફની નિમણૂક કરવામાં આવી હતી. ચૂંટણી કમિશનર હિરલબેન દ્વારા તમામ ચુંટણી પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં કુલ સાત ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જે પૈકી અસ્મિતાબેન રાજેન્દ્રસિંહ મકવાણા એ ભવ્ય વિજય મેળવ્યો હતો. ત્યારબાદ શાળાનાં આચાર્ય શ્રી દિપીકાબેન તથા શાળા સ્ટાફ દ્વારા અસ્મિતાબેનને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. ચુંટણી કમિશનર હિરલબેન દ્વારા તેમને શાળાનાં મહામંત્રી જાહેર કરવામાં આવ્યા હતાં. ત્યાર બાદ શાળાની વિવિધ પ્રકારની સમિતિઓની રચના કરવામાં આવી હતી. આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં બાળકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.

Leave A Reply

Your email address will not be published.