ગઈ સાલ કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને નવરાત્રિનું આયોજન મોકૂફ રાખવામાં માં આવ્યું હતું પણ આ વર્ષે સરકાર છૂટછાટ મળતા ગામના યુવાનો તેમજ વડીલો દ્વારા નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે ….છેલ્લા ત્રીસ વર્ષ થી પણ વધારે સમય થી ગામમાં નવરાત્રિનું આયોજન કરવામાં માં આવે છે જેમાં ગામના ઉત્સાહી યુવાનો અને વડીલો મળીને નવરાત્રિનું આયોજન કરતા હોય છે આ આયોજન દરમ્યાન નવરાત્રી ના નવ દિવસ રાત્રે નવ વાગ્યે આરતીનું આયોજન કરીને ને પ્રસાદ વહેચાય છે અને સંપૂણ ગામ લોકો દ્વારા પછી ડી જે ના તાલે ગરબા ગવાય છે જેમાં નાના મોટા સૌ કોઈ માં ના ગરબા નો આનન્દ લેતા હોયે છે
આ નવ દિવસ ગામનું વાતાવરણ ભક્તિમય થઇ જાયે છે