ગંદગીથી ગરકાવ માલણ દરવાજા વિસ્તારમાં ડેન્ગ્યુના કેસોમાં વધારો
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ સ્વચ્છ ભારત અભિયાન એક બાજુ સફળ થઈ રહ્યું છે ત્યારે બીજી બાજુ માલણ દરવાજા વિસ્તારમાં સ્વચ્છ ભારત અભિયાનની ધજિયા ઊડી રહી છે હાલમાં ડેન્ગ્યુના કેસો પણ જોવા મળી રહ્યા છે ત્યારે પાલનપુરમાં આવેલ માલણ દરવાજા વિસ્તારમાં રસ્તાની વચ્ચો વચ્ચ કચરો નાખવામાં આવે છે તથા ગટરના ગંદા પાણી પણ રસ્તા વચ્ચે ખાડાઓમાં ભરાયેલ રહે છે ત્યારે ત્યાંથી અવર જવર કરનાર તમામ લોકો આ દુર્ગધ થી ત્રાહિમામ પોકારી ગયા છે છેલ્લા કેટલાય સમયથી આ ગંદા પાણીનો નિકાલ ન થતા આખરે આ વિસ્તારમાં નગરપાલિકાની બેદરકારીના કારણે ડેન્ગ્યુના કેસોમાં પણ વધારો થઈ રહ્યો છે આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળ્યો હોઈ તેવી પરિસ્થિતિ સર્જાઈ છે