બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના તલાટી ક્રમ મંત્રી મંડળ દ્વારા તારીખ 01/10/2021 ના રોજ તલાટી ક્રમ મંત્રી કેડરના 12 જેટલા પડતર પ્રશ્નો ને લઈને આજ રોજ ડીસા તાલુકા પંચાયત કચેરી ખાતે માસ સી.એલ ધરણાં પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જ્યારે ડીસા તાલુકાના છેવાડાના ગામડાઓમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રીઓ ડીસા તાલુકા પંચાયત કચેરી ખાતે ઉપસ્થિત રહી ને તેમની ૧૨ જેટલી પડતર માંગણીઓને લઇને ડીસા તાલુકા પંચાયત આગળ માસ સી.એલ ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યો હતો જેમાં સરકાર સામે 12 જેટલા મુદ્દા રજુ કરી અને આ 12 મુદ્દાઓનું સંપૂર્ણપણે અમલીકરણ થાય તેવો આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો.. ત્યારે તલાટી કમ મંત્રી એસોસિયેશન પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જો આવનાર સમયમાં અમારી માંગણીઓ સ્વીકારવામાં નહિ આવે તો અમો ગાંધીનગર ખાતે વિરોધ પ્રદર્શન કરી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું એવી ચીમકી આપી હતી