વિશ્વ વિભુતી મહાત્મા ગાંધીની જન્મજયંતિ તથા આધુનિક ભારતમાં કિશાન અને જવાનની સાર્થકતા પુરવાર કરી
આપનાર મહાન વડાપ્રધાન લાલ બહાદૂર શાસ્ત્રીની જન્મજયંતિ, ઇન્દીરાજીની એકાદશી તથા
કે. કામરાજ યોજનાનાં પ્રણેતાની આજે જન્મજયંતિ નીમિતે કોંગ્રેસપક્ષનાં આગેવાનો તથા
પરિવારના અગ્રણીઓ ગાંધીજીની પ્રતિમાને પુષ્પ અને સુતરની આટી થી સન્માન કરી
ગાંધી-શાસ્ત્રી ના વિચારોને વર્તમાન સમયમાં ફાસીસ્ટ વિચારધારાને નાબુદ કરવા ખાસ અમલમાં મુકાય તે અંગે પ્રજામાં જાગૃતતા દાખવવાની જરૂર છે.
આ પ્રસંગે ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમર તથા માજી ધારાસભ્ય ઠાકરશીભાઇ મેતલીયા એ ગાંધીના વિચારો અને
તેમના મુલ્યોને પુનઃ સ્થાપિત કરવા જનજાગૃતિ અભિયાન ચલાવી વર્તમાન શાસકોની વિચારધારાને નેસ્ત નાબુદ કરી
દેશમાં શાંતિ, અમન અને ભાયચારાનું વાતાવરણ ઉભું કરવાની આપણે સૌ પરિવારજનો (કૉંગ્રેસજનો) ની ફરજ છે.
ત્યારે આજના દિને આ વિચારધારાને ફેલાવવા આપણે સૌ કટીબંધ બનવું પડશે મહાત્મા ગાંધી અને
શાસ્ત્રીજી ના આદર્શો અને વિચારોનો વ્યાપક પ્રચાર થાય તેમ કોંગી નેતાઓ જણાવેલ.
આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસી અગ્રણીઓ શંભુભાઇ દેસાઇ (પુર્વ જિલ્લા પ્રમુખ), અર્જુનભાઇ સોસા (પુર્વ જિલ્લા પ્રમુખ),
અરવિંદભાઇ સીતાપરા (પ્રદેશ અગ્રણી), જીતુભાઇ વાળા (જિલ્લા ઉપપ્રમુખ), જે.પી.ગોળવાળા (ઉપપ્રમુખ),રફીકભાઇ મોગલ (જિલ્લા ઉપપ્રમુખ),
કે.કે.વાળા (જિલ્લા ઉપપ્રમુખ), ટીકુભાઇ વરૂ (જિ.પં.પુર્વ ચેરમેન), હિતેષભાઇ માંજરીયા (જિલ્લા મંત્રી),
નારણભાઇ મકવાણા (પુર્વ ઓ.બી.સી.સેલ પ્રમુખ), ઇમ્તીયાઝભાઇ શેખ (લાઠી શહેર ઉપપ્રમુખ), જમાલભાઇ મોગલ (મહામંત્રી),
જયુભાઇ ઠુંમર સહિત કોંગી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી ગાંધી પ્રતિમાને પુષ્પ માળા થી સન્માનીત કરેલ
તેમ એક અખબાર યાદીમાં જિલ્લા કોંગ્રેસ મહામંત્રી નરેશભાઇ અધ્યારૂ એ જણાવ્યું
