Publisher Theme
I’m a gamer, always have been.

થરાદમાં એક દંપતીએ પોતાના ખેતરમાં ઝાડની ડાળથી સાડી બાંધી આત્મહત્યા કરી

0 37

થરાદના ગોકુળગામના પાટિયા નજીક પોતાના ખેતરમાં ખીજડાના વૃક્ષ સાથે સાડી વડે ટૂંપો ખાધેલી હાલતમાં પતિ-પત્નીનો બુધવારના સવારે મૃતદેહ લટકતો જોઇ ઘટના સ્થળે લોકો એકઠા થઈ ગયા હતા. પતિ-પત્ની હત્યા કે આત્મહત્યાએ રહસ્ય ઘૂંટાઇ રહ્યું છે. પોલીસે અકસ્માતે મોતનો ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૃતકના ખિસ્સામાંથી ચિઠ્ઠી મળી આવતાં પંથકમાં અનેક તર્કવિતર્ક વહેતા થયા છે.

થરાદ-વાવ હાઇવે પર આવેલા ગોકુળગામના પાટિયા નજીક પોતાના ખેતરમાં ખીજડાના વૃક્ષ સાથે સાડી વડે ટૂંપો ખાધેલી હાલતમાં પતિ ઠાકરશીભાઈ અમરતભાઈ ઠાકોર (ઉં.વ.25) તથા પત્ની હીનાબેન (ઉં.વ.20) (રહે.શિવનગર, તા.થરાદ) નો બુધવારના સવાર મૃતદેહ લટકતો જોવા મળ્યો હતો. આ બનાવ અંગે યુવતીના પિતા ચમનાભાઈ રત્નાજી ઠાકોર (રહે.મોરથલ,તા.થરાદ) ને જાણ થતાં તેમણે પોલીસ મથકમાં જાણ કરી હતી. જેમાં 27 તારીખે પુત્રી અને જમાઈ મળવા આવ્યા હતા.

ત્યારબાદ સાથે પોતાના ઘરે જવા નીકળ્યા હતા. પરંતુ ઘરે જવાને બદલે ખેતરમાં પુત્રી અને જમાઇએ સાડી વડે ગળે ફાંસો ખાઇ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લીધી છે તેમ જણાવ્યું હતું. જેને લઇ પીએસઆઇ સાહેબખાન ઝાલોરીએ સ્ટાફ સાથે દોડી જઇ બંનેના મૃતદેહને ઝાડ પરથી નીચે ઉતારી થરાદની સરકારી હોસ્પિટલમાં પી.એમ. અર્થે ખસેડ્યા હતા. થરાદ પોલીસે પતિ-પત્નીના આત્મહત્યા અંગે અકસ્માતે મોતનો ગૂનો નોંધ કરી વધુ તપાસ મદદનીશ પોલીસ અધિક્ષક પુજા યાદવે હાથ ધરી હતી.પતિ પત્નીના આપઘાતને લઈ અનેક રહસ્યો ઊભા થયા છે.હાલ આ આપઘાતનું રહસ્ય અકબંધ છે.

મૃતકના ખિસ્સામાંથી ચિઠ્ઠી મળી આવતાં તર્કવિતર્ક, પોલીસ કહ્યું તપાસ ચાલુ
મૃતકના ખિસ્સામાંથી એક ચિઠ્ઠી મળી આવી હોવાનું લોકમુખે ચર્ચાઇ રહ્યું હતું. જેને લઇ આ ચિઠ્ઠીમાં શું લખેલું છે તે અંગે પીએસઆઇ સાહેબખાન જાલોરીને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, ‘મૃતકના ખિસ્સામાંથી એક ચિઠ્ઠી મળી આવી છે તે અંગેની વધુ તપાસ ચાલુ છે

Leave A Reply

Your email address will not be published.