બનાસકાંઠા જિલ્લામાં અવારનવાર અજાણી લાશો મળતા કિસ્સા જોવા મળી રહ્યા છે ત્યારે આજે ડીસા ની બનાસ નદીના પુલ નીચેથી એક અજાણ્યા ઇસમની લાશ મળતા ચકચાર
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વોએ માથું ઉચક્યું હોય તેમ રોજેરોજ બનાવ બનવા પામ્યા છે ત્યારે આજરોજ બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા શહેરમાં અને ડીસા શહેર બનાસ નદીમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી જોકે આ લાશ કોહવાયેલી હાલતમાં મળી આવી હતી જોકે આ ઘટનાની જાણ થતા ડીસા તાલુકા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી