ધાનેરા તાલુકાના વાછડાલ ગામથી કુચાવાડા ગામ બાજુ રોડ પસાર થાય છે પરંતુ થોડા સમય થી પાંથાવાડા- થરાદ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા રોડ બનાવવાની કામગીરી ચાલી રહી હતી તે પુર્ણ થવાના આરે છે ત્યારે તેના કારણે વાછડાલ કુચાવાડા રોડ ઉપર ઘુંટણ સમા પાણી ભરાઈ જવાના બનાવ સામે આવ્યો છે પરંતુ હજુ સુધી માર્ગ મકાન વિભાગના જવાબદાર અધિકારીઓ ત્યાં પહોંચ્યા નથી ત્યાં અમારી ટીમ પહોંચી સમગ્ર વિગતો સામે આવી. વાછડાલ ગામથી કુચાવાડા રોડ ઉપર પાણી ભરાઈ જતાં ત્યાંના ખેડુતો અને પશુપાલકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે પરંતુ જવાબદાર વિભાગ જાણે ઘોર નિદ્રામાં હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે વાહનોની અવરજવર વધારે હોવા છતાં કોઈજ કાર્યવાહી નહીં થતાં સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકોના દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે અનેક વાર રજુઆત કરવા છતાં રોડ પર ઘુંટણ સમા પાણી ભરાઈ જતાં હોવાથી શાળાએ જતા વિધાર્થીઓ પણ પરેશાન થવા પામ્યા છે ત્યારે નાના ભુલકાઓ ને શાળાએ ન મુકવા પણ ત્યાના રહિશો મજબુર બન્યા છે. ત્યારે હવે જોવું એ રહ્યું કે જવાબદાર વિભાગ ક્યારે સમારકામ કરવાની કામગીરી હાથ ધરે છે તે જોવું રહ્યું.