દાંતા તાલુકાના મંડાલી ગામ ખાતે આઈ. સી. ડી. એસ. ઘટક દાંતા -૨ ના મગવાસ સેજા માં પોષણ માસ દરમિયાન ન્યુટ્રિશન કીટ વિતરણ કાર્યક્રમ ની વાનગી નિદર્શન હરીફાઈ ની ઉજવણી કરાઈ.
આઈ.સી. ડી. એસ. ઘટક દાંતા – ૧ ના સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી શ્રીમતી રીટાબેન પટેલ તેમજ આઈ.સી. ડી. એસ. ઘટક દાંતા – ૨ ના સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી શ્રીમતી કામિનીબેન જોશી ના માર્ગદર્શન હેઠળ પોષણ માસ ની ઉજવણી કરવામાં આવી હતી આંગણવાડી કાર્યકર, તેડાગર તેમજ લાભાર્થીઓ એકત્રિત થઈને કુપોષણ દૂર કરવા માટે જનજાગૃતિ અભિયાન અંતર્ગત ન્યુટ્રિશન કીટ વિતરણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મધ્યમ વજનવાળા અને અતિ ઓછા વજનવાળા, સગર્ભા માતા ધાત્રી માતા ને ન્યુટ્રિશન કીટનું વિતરણ કરવામાં આવે આવેલ ન્યુટ્રિશન કીટ કઠોળ, ગોળ, શાકભાજી, ફળો અને બિસ્કીટ વગેરે દાતાશ્રી દ્વારા આપવામાં આવ્યો તેમજ વાનગી નિદર્શન કરી પોષણ અંગે જાગૃતિ લાવવામાં કિશોરીઓ, સગર્ભા માતા, ધાત્રી માતાઓ પાસે ટેક હોમ રાશન માંથી વિવિધ વાનગીઓ લાવવામાં આવેલ હતી જેમાં વાનગી હરીફાઈ ના ૧ થી ૩ નંબર આપવામાં આવ્યા હતા…
આ કાર્યક્રમને સફળ બનાવવા શ્રીમતી વિમળાબેન જે. ( મુખ્યસેવિકા – મગવાસ) શ્રી શૈલેષ ભાઈ ચૌધરી (આયુર્વેદિક ડોક્ટર) , શ્રી અંકુરભાઈ દેસાઈ (તલાટીશ્રી મંડાલી), શાંતિભાઈ બેગડિયા (સરપંચ શ્રી મંડાલી), મહેશભાઈ પ્રજાપતિ (બ્લોક કોઓર્ડીનેટર), ભાવનાબેન કનેરિયા (બ્લોક કોઓર્ડીનેટર), ગીતાબેન સારગણી ( બ્લોક પ્રોજેક્ટ આસિસ્ટન્ટ ), જલ્પાબેન સુથાર ( બ્લોક પ્રોજેક્ટ આસિસ્ટન્ટ ) તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.