રિપોર્ટર વનરાજસિંહ ખાંટ બૌદ્ધિક ભારત માલપુર
માલપુરના અણિયોર થી માલપુર શહેરને જોડતો ભાથીજીના મુવાડા ગામનો એક કિલોમીટરનો કાચો રોડને ડામર રોડ બનાવા ગ્રામજનો અને વિદ્યાર્થીઓ દ્વારા ડામરોડ બનાવા રજૂઆત કરાઈ છે.માલપુર ના અણીયોરના પેટાપરા ભાથીજીના મુવાડા ગામે ૬૦ રહેણોક વિસ્તારના ચારસો રહીશો છે.પશુપાલક અને ખેતમજૂરી કરી ગુજરાન ચલાવે છે.જેમને દૂધ ભરવા,કે ખરીદી કરવા અણીયોર ગામે જવું પડે છે.તેમના બાળકો અણિયોર ગામે અભ્યાસ માટે જવું પડે છે. ચોમાસાના વરસાદમાં કાચો અને કાદવ કિચડ થતાં રોડ ઉપર પસાર થવામાં મુશ્કેલી સર્જાય છે. વધુ વરસાદ થતાં વિદ્યાર્થીઓ શાળા કોલેજમાં અનિયમિતતા જોવા મળે છે. ગંભીર દર્દીઓ માટે ૧૦૮ ઈમરજન્સી આવી શકતી નથી. છેલ્લા ચાર વર્ષ થી ડામર રોડ બનાવા રજૂઆત કરાઇ હતી.પરંતુ કોઈ નીવેડો આવતો નથી.વાત્રક કેનાલ ઉપરના સર્વિસ રોડ કાચો હોઇ જેનાથી નાના બાળકો કેનાલમાં પડી જવાની ઘટનાઓ બનવા પામી છે.પાચ વર્ષ અગાઉ કાચા રોડ ઉપર થી થોભલા ઉપર થી ધોરણ પાંચ ની વિદ્યાર્થીની પસાર થતા પડી જતા જેનું મોત નિપજ્યું હતું.છેલ્લા ચાર વર્ષથી લેખિતમાં તંત્રને રજૂઆત કરાઈ છે. ગ્રામજનો અને વિદ્યાર્થીઓ દ્વારા ડામર રોડ બનાવા ઉગ્ર માંગ કરી છે
