કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા નાં તાણા ગ્રામ પંચાયત ના બોર ઓપરેટરની ડેડબોડી પાણી ની ટાંકીમાં માથી મળતા ચકચાર
રિપોર્ટર ઇન્દ્રસિંહ વાઘેલા બૌદ્ધિક ભારત કાંકરેજ
તાણા ગામના બોર ઓપરેટર તરીકે વદનજી મેરૂજી ઠાકોર ઉંમર આશરે 50 વર્ષ અને આશરે 20વર્ષથી બોર ઓપરેટર તરીકે કામ કરતા હતા..
ગઈકાલ બપોરે ઘર થી નીકળ્યા હતા રાત્રે ઘરે ના આવતા કરી શોધખોળ …
શોધખોળ દરમિયાનમાં સવારે પાણી ની ટાંકી (સંપ )ચેક કરતા મૃત દેહ પાણીમાં તરતો જૉવા મળ્યો.
આ ઘટનાની જાણ થરા પોલીસ સ્ટેશનમાં કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી..
ડેડબોડી ને પી એમ અર્થે થરા જે. વી. શાહ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી…
આ ઘટનાની જાણ થતા તાણા ગામ લોકો નાં ટોળે ટોળા ઉમટ્યા ..
પરીવાર જનો ઉપર આભ ફાટયું અને ગામમાં શોક ની લાગણી જૉવા મળી…






