રિપોર્ટર કિશન મોહનિયા બૌદ્ધિક ભારત દાહોદ
અન્ડર ફોર્ટીનમાં ધાનપુર તાલુકા નું નામ રોશન કરતી દુધામલી મુખ્ય પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓ. ધાનપુર તાલુકાનો શાળાકીય રમતોત્સવ ડુંગરપુર આશ્રમ શાળા ખાતે યોજાઈ ગયો. અન્ડર ફોર્ટીનમાં ધાનપુર તાલુકાની શાળાઓએ ભાગ લીધો હતો. જેમાં દુધામલી પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓએ ઝળહળતો વિજય પ્રાપ્ત કરી પ્રથમ સ્થાન મેળવ્યું હતું. આ વિજય પ્રાપ્ત કરવા બદલ દુધામલી શાળાઓની વિદ્યાર્થીનીઓને કલસ્ટરના સી.આર.સી કોર્ડીનેટર ભોરવા પગાર કેન્દ્રના આચાર્યશ્રીઓ દુધામલી શાળાના આચાર્યશ્રી તથા સ્ટાફમિત્રો એસ.એમ.સી. સભ્યો અને ગ્રામજનોએ વિજેતા થવા બદલ કોચ અને સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.
