ડીસા નગરપાલિકા દ્વારા દિનપ્રતિદિન ખુબજ સુંદર રીતે શહેર ના કામો થઈ રહ્યાં છે ત્યારે આજે ડીસા શહેરના વોર્ડ નંબર 10 માં આવેલ રામાઉમા સોસાયટી અને પ્રીતમ નગર ના ઉત્સાહી કોર્પોરેટર અમિતભાઇ રાજગોરની સુંદર કામગીરી દેખાઈ રહી છે

બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા શહેરમાં અને ડીસા નગરપાલિકા પ્રમુખ રાજુભાઇ ઠક્કર દ્વારા દિવસે ને દિવસે શહેરમાં વિકાસના કાર્યો કરી રહ્યા છે ડીસા નગરપાલિકાના ઉત્સાહી યુવા કોર્પોરેટર વોડ નબર 10 ના અમિતભાઈ રાજગોર દ્વારા આજે લોકોની સમસ્યાને માન આપી વર્ષોથી પડતર પ્રશ્નો એવા વોર્ડ નંબર 10 માં રામાઉમા સોસાયટી અને પ્રીતમનગર ના જવાના માર્ગ ઉપર વરસાદી માહોલમાં પાણી ભરાઈ જવાથી ત્યાંના સ્થાનિક લોકોને અવર જવર કરવામાં ખૂબ જ મુશ્કેલીઓ વેઠવી પડતી હતી જ્યારે સ્થાનિક લોકો દ્વારા ડીસા નગરપાલિકાના ઉત્સાહી કોર્પોરેટર અમિતભાઈ રાજગોરનો સંપર્ક કરતા આ સમસ્યાનો તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવવામાં આવ્યું હતુ