Publisher Theme
I’m a gamer, always have been.

શક્તિપીઠ અંબાજી મા ગુનાહિત પ્રવૃત્તિ મા વધારો, અંબાજી પોલીસ ગુનાહિત પ્રવૃત્તિ રોકવામાં નાકામ, ચોરી, ચેન સ્કેનિંગ, મોબાઈલ છીનવાય ,બાઈક ચોરી જેવી ધટનાઓ મા વધારા ને લઇ પોલીસ ની ભૂમિકા પર સવાલો

0 194

રિપોર્ટર પિયુષ પ્રજાપતિ બૌદ્ધિક ભારત દાંતા

ગુજરાતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી દેશ-વિદેશમાં વિખ્યાત છે. શક્તિપીઠ અંબાજીની નોંધ ગુજરાત અને દેશ ભરમાં લેવાતી હોય છે. ત્યારે હાલમાં યાત્રાધામ અંબાજીમાં ઘણા દિવસોથી ગુનાહિત પ્રવૃત્તિઓમાં વધારો જોવા મળી રહ્યો છે. યાત્રાધામ અંબાજી ના જાહેર માર્ગો પર નિયમોના ધજાગરા ઉડી રહ્યા છે. તો સાથે સાથે જાહેર માર્ગો પર થતી ચેન સ્કેનિંગ અને રાત્રિના સમયે અંબાજીમાં ચોરીની ઘટનાઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. અનેકો એવી ઘટનાઓને લઈને અંબાજી પોલીસ ની ભૂમિકાઓ ઉપર અને કો સવાલો ઊભા થઈ રહ્યા છે. અને સ્પષ્ટ પણે અંબાજી પોલીસ ગુનાહિત પર્વતીઓ કરનાર લોકો પર લગામ લગાવવામાં નાકામ સાબિત થઈ રહી છે. મંગળવારે રાત્રે ના સમયે અંબાજી ના 8 નંબર વિસ્તારમાં ચોરીની ઘટના બની હતી. જેમાં 4.80 લાખની ચોરી કરી તસ્કરો રપ્પુ ચક્કર થઈ ગયા હતા. જેની ફરિયાદ પણ અંબાજી પોલીસ મથકે નોંધાઈ હતી. ઉલ્લેખનીય છે કે ગઈ મંગળવારે રાત્રિના સમયે તસ્કરો આઠ નંબર વિસ્તારમાં આવેલા એક મકાનમાં પાછળ ના ભાગેથી બારી તોડીને ઘરમાં પ્રવેશ કરી તમામ ઘટનાને અંજામ આપ્યો હતો. જેમાં દાગીના સહિતની રોકડ રકમ સામેલ હતી. અંબાજી માં ઘણા સમયથી બાઇક ચોરીની ઘટનાઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. તો સાથે સાથે અંબાજી ના હાઇવે માર્ગ પર પસાર થતાં ગ્રામજનો અને યાત્રિકો મા પણ ભયના માહોલમાં જોવા મળી રહ્યા છે. અંબાજીના હાઇવે માર્ગ પર પસાર થતા લોકો જોડેથી બેફામ થયેલા ગુનાહિત પ્રવૃત્તિ કરનાર લોકો ચેન સ્કેનિંગ અને મોબાઈલ છીનવી લઈ ભાગી રહ્યા છે. તેવી પણ અનેક ઘટનાઓ મા દિવસે દિવસે વધારો જોવા મળી રહ્યો છે.આ પ્રકારની યાત્રાધામ અંબાજીમાં ગુનાહિત પ્રગતિઓમાં દિવસે દિવસે વધારો જોવા મલી રહ્યો છે. જેને રોકવામાં અંબાજી પોલીસ નાકામ સાબિત થઈ રહી છે. અને અંબાજી પોલીસની ભૂમિકા ઉપર પણ અનેકો સવાલો ઊભા થઈ રહ્યા છે. હાલમાં અંબાજી આવતા યાત્રિકો અને ગ્રામજનો ડરના માહોલમાં જીવી રહ્યા છે. અંબાજી પોલીસ કોઈપણ કામગીરી ને અંજામ ન આપે તો ધોળા દિવસે પણ ગુનાહિત પ્રવતિઓ બનશે તેની જવાબદારી કોણલેશે. ?

Leave A Reply

Your email address will not be published.