ઐતિહાસિક વડા તળાવ અને રામેશરા ગામે આવેલી કેનાલ ખાતે આગામી ચોમાસાની સિઝનને અનુલક્ષીને મોકડ્રિલનું આયોજન કરાયું,મામલતદાર ટીડીઓ સહિત અનેક અધિકારીઓ હાજર રહ્યા
દિપક તિવારી પાવાગઢ પંચમહાલ
હાલોલ તાલુકા પંથકમાં આગામી ચોમાસાની સિઝનને અનુલક્ષીને વહીવટી તંત્ર દ્વારા વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે જેમાં ચોમાસાની સીઝનમાં મોટા પ્રમાણમાં નોંધાતા વરસાદને પગલે સર્જાતા પુર તેમજ નદી નાળા કોતરો તળાવ તેમજ કેનાલો સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના બનાવમાં તેમજ નદી,નાળા,કોતર તળાવ અને કેનાલ જેવા સ્થળોએ લોકોના ડૂબી જવાના બનાવો બનતા હોય છે ત્યારે આગામી આયોજન કરી આવા બનાવોને બનતા વધુમાં વધુ રોકી શકાય અને જ્યારે કોઈ વ્યક્તિ તળાવ નદી,નાળા,કોત્રમ કે કેનાલમાં ડૂબતો હોય ત્યારે તેને કઈ રીતે બચાવો અને કેવા પગલાં ભરી તેની જાનહાની થતી અટકાવી શકાય અથવા તેની જાનહાનિ થઈ હોય તો તેના વૃદ્ધિ ને કઈ રીતના બહાર કઢાય અને ચોમાસાની સિઝનને અનુલક્ષીને નદી નાળા તળાવ અને કોતર અને કેનાલ સહિતના વિસ્તારોમાં લેવામાં આવતા અગમચેતીના પગલાં સ્વરૂપે કઈ રીતનું આયોજન કરી સુરક્ષા સલામતીના પગલા ભરી વધુમાં વધુ લોકોના જીવ બચાવી શકાય અને સાવચેતી સાથેની કામગીરી કરાય તે અંતર્ગત આજે શનિવારે સાંજે 4:00 થી 5:00 વાગ્યાના અરસામાં હાલોલ તાલુકાના સુપ્રસિદ્ધિ યાત્રાધામ પાવાગઢની તળેટીમાં આવેલા ઐતિહાસિક વડાતળાવ ખાતે જ્યારે તે બાદ 5:30 વાગ્યાથી 6:30 વાગ્યાના સમયગાળા દરમિયાન હાલોલ તાલુકાના રામેશરા ગામે આવેલ નર્મદાની મુખ્ય કેનાલ ખાતે હાલોલ નગરપાલિકાના ફાયર ફાઈટરની ટીમના કર્મચારીઓ દ્વારા મોકડ્રિલનું આયોજન કરાયું હતું.

જેમાં હાલોલ નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમના કર્મચારીઓ દ્વારા વડાતળાવ અને રામેશરા ખાતે આવેલ નર્મદા કેનાલ ખાતે એક માણસ દુઃખતો હોય તેવું ગોપનાથ અને ભયાનક દ્રશ્ય ઊભું કરી તેનો જીવ કઈ રીતના બચાવો કઈ રીતના તેને પાણીમાંથી બહાર કાઢવો અને તેનો જીવ જાય તો તેના મૃતદેહને કઈ રીતના કેનાલ અને તળાવના પાણીમાંથી બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ મારફતે તેને હોસ્પિટલ સુધી પહોંચાડવા તેમજ સ્થાનિક પોલીસની કઈ રીતના મદદ લઈ શકાય તે અંગેની સંપૂર્ણ નાટ્યાત્મક કામગીરી કરી સફળતાપૂર્વક મોકડ્રિલ યોજવામાં આવી હતી આ પ્રસંગે હાલોલ મામલતદાર હાલોલ તાલુકા વિકાસ અધિકારી હાલોલ તાલુકા આરોગ્ય અધિકારી સહિત અન્ય અધિકારીઓ તેમજ વહીવટી તંત્રના વિવિધ કર્મચારીઓ તેમજ હાલોલ નગરપાલિકાની ફાયર ફાઈટર ટીમના ફાયર ઓફિસર દેવાંગ ક્વેસ્ચન સબ ઓફિસર મોઈન શેખ તેમજ કર્મચારીઓ જયેશ કોટવાળ વાય.કે.પટેલ સહિતના કર્મચારીઓ તેમજ 108 ની ટીમ તેમજ પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.