Publisher Theme
I’m a gamer, always have been.

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે કાળઝાળ ગરમીમાં પડ્યો પાણીનો પોકાર, પાવાગઢ ડુંગર પર રહેતા સ્થાનિક પરિવારો પાણી માટે મારી રહ્યા છે વલખા

0 51

દિપક તિવારી પાવાગઢ પંચમહાલ

સુપ્રસિદ્ધિ યાત્રાધામ પાવાગઢ ડુંગર પર માંચીથી લઈ ડુંગર સુધી પાણી પહોંચાડવાનું કામ સ્થાનિક પંચાયતનું છે પરંતુ છેલ્લા કેટલાય દિવસોથી પાવાગઢ ડુંગર ઉપર પાણી પહોચતું ન હોવાને કારણે હાલમાં પડી રહેલી કાળઝાળ ગરમીમાં પાવાગઢ ડુંગર પર રહેતા સ્થાનિક પરિવારોને પાણી માટે ભારે વલખા મારવાનો અને કુવાઓમાંથી પાણી ઉલચવાનો અને કેરબાઓ ભરી ઉચકીને લઈ જવાનો દિવસ આવ્યો છે અને પાવાગઢ ડુંગર પર વસતા પરિવારજનો પાણી પાણીનો પોકાર કરી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે જેમાં પાવાગઢ ડુંગર પર પાણી ન પહોંચવાનું સૌથી મોટું કારણ સ્થાનિકોના જણાવ્યા અનુસાર વર્ષો જૂની પાણીની પાઇપ લાઈન છે જે જે પાઇપ લાઈન વર્ષો જૂની કાટ ખાઈ ગયેલી પાઇપ લાઈન હોવાના કારણે અવારનવાર આ પાઇપ લાઈનમાં લીકેજ સર્જાય છે

અને વારંવાર તૂટી જવાના કે લીક થઈ જવાના બનાવ બને છે જેને લઈને પાણીનો પુરવઠો માચીથી પાવાગઢ ડુંગર સુધી રેગ્યુલર પહોંચતો નથી અને અવારનવાર પાણી માટે પાવાગઢ ડુંગર ખાતે વસતા અનેક પરિવારોને ભારે હાલાકીયોનો સામનો કરવો પડે છે જેમાં ખાસ કરીને ઉનાળાની સિઝનમાં આ પાઇપ લાઈનમાં લીકેઝ સર્જાય કે પાઇપ લાઈન તૂટી જાય ત્યારે ડુંગર પર પહોંચતો પાણીનો પુરવઠો અટકી જાય છે ત્યારે પાવાગઢ ડુંગર પર વસતા અને ડુંગર પર અનેક પ્રકારના વેપાર ધંધા કરતા સ્થાનિક વેપારીઓ સહિત તેઓના પરિવારજનોને ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણી માટે ભારે વલખા મારવાનો અને પાણી શોધવા નીકળવાનો વારો આવે છે જેને લઈને માચીથી ઉપર જતા ડુંગર પર વસતા લોકોને વર્ષોથી આવી કાટ ખાઈ ગયેલી અને ભંગાર પાઇપ લાઈન ના કારણે અનેક વાર પાણીની વિકટ સમસ્યાઓનો સામનો કરવો પડે છે એમાં સ્થાનિક ગ્રામ પંચાયતના લાગતા વળગતા લોકોને આ બાબતની વારંવારની રજૂઆતો કરવા છતાં પણ કોઈ નક્કર પરિણામ ન આવતા સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ડુંગર પર વસતા ધંધો રોજગાર કરતા વેપારીઓ સહિત તેઓના પરિવારજનોને પાણી માટે ભારે તકલીફો પડી રહી છે ત્યારે તાત્કાલિક અસરથી આવી કાટ ખાઈ ગયેલી છે જેને લઈને પાણીની તકલીફો પડી રહી છે જ્યારે પાવાગઢ ખાતે આવેલ બે લાખ લીટરની પાણીની ક્ષમતા ધરાવતી પાણીની ટાંકી પણ ગ્રામ પંચાયતની અણ-આવડત અને આયોજન વગરના અણઘડ વહીવટના પાપે શોભાના ગાંઠિયા સમાન હોવાનું સ્થાનિકો દ્વારા જણાવવામાં આવેલ છે જેમાં અત્યારે પડી રહેલી કાળઝાળ ગરમીને પગલે યાત્રાધામ પાવાગઢના ખાતે આવેલ છાસિયા તળાવ પણ સંપૂર્ણપણે સુકાઈ ગયેલ છે અને દુધિયા તળાવ પણ સુકાવાના આરે છે ત્યારે દુધિયા તળાવનું પાણી પણ દૂષિત થઈ ગયું છે ત્યારે પાવાગઢ ડુંગર પર વસતા પરિવારજનોને પોતાની રોજિંદી પાણીની જરૂરિયાત માટે કૂવામાંથી પાણી ખેંચી ઉલેચવાનો અને ત્યારબાદ જેવા સાધનોમાં પાણી ભરી ઉચકીને લઈ જવાનો વારો આવ્યો છે જેને લઇને પાણી માટે ભારે હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો હોય તાત્કાલિક અસરથી તેઓની પાણીની જરૂરિયાતને પૂરી કરવામાં આવે તેવી પ્રબળ માંગ કરવામાં આવી છે.
જ્યારે આ બાબતે ચાંપાનેર ગ્રામ પંચાયતના તલાટી પાસેથી મળતી માહિતી મુજબ માચીથી ડુંગર સુધી જતી પાણીની પાઇપ લાઈન જર્જરીત હાલતમાં હોવાના કારને જોઈએ તેટલા ફોર્સથી પાણી ઉપર ડુંગર સુધી પહોંચતું ન હોવાના કારણે ઉપર આવેલી બે લાખ લિટરની પાણી ટાંકીમાં પાણી ચઢતું નથી અને ટાંકીમાં પાણીનો સંગ્રહ ન થવાના કારણે લોકોને હાલાકી પડી રહી છે જ્યારે પાણીની પાઇપ લાઇનમાં પણ લીકેજ સર્જાતું હોવાના કારણે પાણી ખોટી રીતે વેડફાઈ રસ્તામાં વહી જતું હોવાના કારણે ગામ પંચાયત તંત્ર દ્વારા તાત્કાલિક વહેલી તકે પાણીની પાઇપલાઇનનું સમારકામ કરી પાણી ડુંગર પર પહોંચાડવાનું છે પ્રયત્ન કરી રહ્યા છે જ્યારે આ બાબતે સ્થાનિક રહીશો દ્વારા આવી જર્જરીત અને ભંગાર થઈ ગયેલી અને અવાર નવાર લિક થઈ જતી પાઇપ લાઈનનુ સંપૂર્ણપણે નવનીકરણ કરી બદલી નાખવામાં આવે તેવી પ્રબળ માંગ કરવામાં આવેલ છે અને ડુંગર પર પડી રહેલી પાણીની હાલાકીનો તાત્કાલિક અસરથી નિકાલ લાવવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી છે.

Leave A Reply

Your email address will not be published.