Publisher Theme
I’m a gamer, always have been.

ધાનેરામાં આવેલા સ્પામાં કામ કરતી યુવતીને હવસનો શિકાર બનાવી, પીડિતાએ રડતા રડતા આપવીતી જણાવી

0 57

પોપટલાલ દરજી ધાનેરા

બનાસકાંઠાના ધાનેરામાં સ્પા સંચાલકે સ્પામાં કામ કરતી યુવતી પર દુષ્કર્મ ગુજારતા ચકચાર મચી છે. પીડિતાએ રડતા રડતા પોતાની આપવીતી જણાવતા કહ્યું હતું કે, સ્પામાં અનેક ખરાબ કામ થઈ રહ્યા છે તે બંધ થવા જોઈએ. સ્પાના સંચાલક સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી જેલહવાલે કર્યો છે. ધાનેરામાં સ્પા ચલાવતા જે.ડી.ખાન નામના આરોપીએ પોતાના જ સ્પામાં કામ કરતી યુવતી પર દુષ્કર્મ આચર્યાનીપોલીશ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આરોપી જે.ડી.ખાનની ધરપકડ કરી જેલ હવાલે કર્યો છે. દિલ્હીની યુવતીને સ્પામાં ભાગીદાર બનાવવાની લાલચ આપી જે.ડી.ખાને પૈસા પડાવી લીધા હતા અને દુષ્કર્મ આચર્યું હતું. જે.ડી.ખાન સ્પાની આડમાં ગેરકાયદે પ્રવૃતિ પણ કરતો હોવાનો યુવતીએ આક્ષેપ કર્યો છે. જે.ડી.ખાન સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી જેલહવાલે કર્યો છે. જ્યારે સ્પાની આડમાં અન્ય કોઈ ગોરખધંધા ચાલતા હતા કે નહીં તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.

Leave A Reply

Your email address will not be published.