Publisher Theme
I’m a gamer, always have been.

ધાનેરાના અનાપૂરછોટા ગામમાં આવેલ સીતારામ ગૌ શાળાના સંચાલક આશ્રમમાંથી ચાલ્યા જતા ગૌવંશ નિરાધાર બની ગયો છે. ગામના લોકો ગૌસેવાની વારે આવી ઘાસચારો અને પાણી આપી જીવ બચાવવા પ્રયત્ન કરી રહ્યા છે

0 100

પોપટલાલ દરજી ધાનેરા

અનાપૂરછોટા ગામમાં સીતારામ ગૌશાળાના મહંત સીતારામ બાપુ ગૌશાળામાંથી અચાનક ક્યાંક જતા રહ્યા છે. મહંતના ગયા બાદ ગૌશાળામાં 200 ગૌવંશ ભૂખ અને તરસથી રઝળી પડ્યા હતા. જેની જાણ સ્થાનિક ગ્રામજનો અને ગૌભક્તોને થતાં ગામના યુવાનો અને વડીલો ગૌશાળામાં પહોંચી ગૌશાળામાં પડેલ ઘાસચારો ગૌ વંશને આપ્યો હતો. સાથે પાણીના હવાડા પાણીથી ભરી તરસ્યા ગૌવંશને પાણી પૂરું પાડ્યું છે.

સીતારામ ગૌશાળાના વિવાદનો મામલો શોસિયલ મીડિયામાં ફરતો થયો હતો. સીતારામ બાપુ કેમ ચાલ્યા ગયા છે તે મામલે ગ્રામજનોને પૂછતા વિવાદ મામલે બોલવાનું ટાળ્યું હતું. જો કે અંદરો-અંદર થતી ચર્ચા મુજબ ગૌશાળામાં તકરાર થતાં સીતારામ બાપુ ગૌશાળામાંથી ચાલ્યા ગયા છે. ભૂખ્યા તરસ્યા ગૌ વંશ માટે ગ્રામજનો પાણી અને ઘાસચારાની વ્યવસ્થા કરી, અનાપૂરછોટા ગામમાં સીતારામ ગૌશાળાના મહંત 200 ગાયોને રઝળતી મૂકી ચાલ્યા જતાં આંતરીક વિખવાદના કારણે ભૂખ્યા તરસ્યા ગૌ વંશ માટે ગ્રામજનો પાણી અને ઘાસચારાની વ્યવસ્થા કરી હતી.તસવીર-સંજય મોદી, ગૌશાળામાં તકરાર થતાં સીતારામ બાપુ ગૌશાળામાંથી ચાલ્યા ગયા હોવાની ચર્ચા, આ અંગે સીતારામ ગૌશાળા વિવાદને લઈ સીતારામ બાપુનો મોબાઈલ દ્વારા સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જો કે સીતારામ બાપુ સાથે સંપર્ક થઈ શક્યો નથી. સોશિયલ મીડિયામાં પણ સીતારામ ગૌશાળાને લઈ વિવાદ વકરી રહ્યો છે. બીજી બાજુ અંદરો-અંદર થતી ચર્ચા મુજબ ગૌશાળામાં તકરાર થતાં સીતારામ બાપુ ગૌશાળામાંથી ચાલ્યા ગયા છે.

Leave A Reply

Your email address will not be published.