Publisher Theme
I’m a gamer, always have been.

ઉનાળાની કાળજાળ ગરમીમાં અનાપૂર છોટાની સિતારામ આશ્રમ ગૌશાળામાં અમેરિકાના કલ્યાણ મિત્ર મંડળ દ્વારા ગૌમાતાઓ માટે એક ગાડી લીલીમકાઈનો ઘાસચારો અપાયો

0 36

પોપટલાલ દરજી ધાનેરા

ધાનેરાના અનાપુર છોટા ગામે નિરાધાર ફરતી ગાયો માટે ગામ લોકોએ ભેગા મળીને એક વ્યવસ્થા કરી એક નાનકડી ગૌશાળા બનાવી છે જેમાં ગામ લોકોના સાથ સહકારથી આ ગૌશાળામાં ગૌસેવાનું એક ઉત્તમ કાર્ય થઈ રહ્યું છે આજે અમેરિકાના કલ્યાણ મિત્ર મંડળ દ્વારા એક ગાડી લીલીમકાઈ ગૌસેવામાં આપવામાં આવી હતી જેમાં આપણા બનાસકાંઠા ગૌમાતા બચાવો અભિયાનના ગૌભક્ત શ્રી વસંતભાઈ દેસાઈ પાવડાસણ અને વિપુલભાઈ સંઘવીએ આ ગૌશાળાની રૂબરૂ મુલાકાત કરી અને ગૌમાતાઓની સેવાનો લાભ લીધો હતો આજના આ ગૌસેવાકિય કાર્યમાં ગૌશાળાના મુખ્ય સંચાલક કૈલાશભાઈ પ્રજાપતિ તથા વિનોદભાઈ, કમલેશભાઈ, નિકેશભાઈ, જીગ્નેશભાઈ, હેમરાજભાઈ રબારી ધ્રોબા અને અન્ય બે ગૌપાલક મિત્રોનો ખૂબ સારો સાથ સહકાર રહ્યો હતો અને વધુમાં વસંતભાઈ દેસાઈએ જણાવ્યું હતું

કે આ ગૌશાળામાં મહંત શ્રી સીતારામ બાપુના સાથ સહકાર થકી આ ગૌમાતાઓની દેવભાવથી સેવા થઈ રહી છે આવી ઉનાળાની કાળજાળ ગરમીમાં જ્યાં પણ નિરાધાર ગૌમાતાની સેવા થાય છે ત્યાં આપણે આવા ગૌસેવાના કાર્યમાં જોડાવું જોઈએ જેથી કરીને આપણું દેશી અમૂલ્ય ગૌધન બચી શકે અને આપણી આવનારી યુવા પેઢી પણ ગૌસેવા તરફ વળે આજના ગૌસેવાકિય કાર્યમાં સાથ સહકાર આપનાર તમામ ગૌપ્રેમી યુવાનો અને પૂજ્ય ગુરુદેવ શ્રી સીતારામ બાપુનો વસંતભાઈ દેસાઈએ દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો..

Leave A Reply

Your email address will not be published.