હાલોલ તાલુકાના શિવરાજપુર નજીક ભાટ ગામે હાઇવે રોડ પર આવેલ ઢાબા પર વીજ કરંટ લાગતા બે યુવાનના થયા કરુંણ મોત.
રિપોર્ટર દિપક તિવારી બૌદ્ધિક ભારત પંચમહાલ
બનાવની મળતી વિગતો પ્રમાણે હાલોલ તાલુકાના શિવરાજપુર નજીક હાલોલ-બોડેલી હાઇવે રોડ પર આવેલ ભાટ ગામ પાસે કેટલાક વેજ – નોનવેજ ખાણીપીણીના ઢાબા અને હોટલ આવેલ છે જેમાં આજે શુક્રવારે સવારે આઠ વાગ્યાના સુમારે નવી ભાટ ગામે રહેતા 27 વર્ષિય શૈલેષભાઈ પુનાભાઈ રાઠવા મુખ્ય રોડ પર હોટલ શીયા પાછળ આવેલા પોતાના ઢાબામાં લાઇટના બલ્બનો વાયર બદલી રહ્યા હતા ત્યારે અચાનક જ શૈલેષભાઈને એકાએક જોરદાર કરંટ લાગતા શૈલેષભાઈએ બુમાબુમ કરી મુકતા નજીકના ઢાબામાં કામ કરતા અને જાંબુઘોડા તાલુકાના ભુરીયા કુવા ગામે રહેતા 27 વર્ષીય વિનોદભાઈ ખજૂરભાઈ રાઠવા ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને વીજ કરંટ લાગતા તરફડિયા મારતા શૈલેષભાઈને છોડાવવા જતા વિનોદભાઈને પણ જોરદાર કરંટ લાગતા વિનોદભાઈ પણ જમીન પર પડી જવા પામ્યા હતા અને બેહોશ થઈ ગયા હતા જેમાં શૈલેષભાઈ અને વિનોદભાઈને કરંટ લાગતા ઘટના સ્થળે બૂમાબૂમ થતા થઈ જવા પામતા આસપાસથી લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા જેમાં કરંટ લાગવાને કારણે ગંભીર રીતે ઘવાયેલા વિનોદભાઈને 108 એમ્બ્યુલસ મારફતે હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે લવાયા હતા જ્યાં ફરજ પરના તબીબે વિનોદભાઈને જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા જ્યારે શૈલેષભાઈને પણ 108 એમ્બ્યુલન્સ મારફતે બોડેલીની ઢોકલીયા પબ્લિક હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા જ્યાં શૈલેષભાઈને પણ ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા જેમાં બલ્બનો વાયર બદલવા જતા કરંટ લાગવાની ઘટના બનતા એકને બચાવવા જતા બીજા યુવાનને પણ કરંટ લાગતા બન્ને યુવાનોના ઘટના સ્થળે જ કરુણ મોત થયા હોવાના બનાવના સમાચાર સમગ્ર હાલોલ સહિત જાંબુઘોડા પંથકમાં વહેતા થતા લોકોમાં ગમગીની સાથે ભારે આઘાતની લાગણી પ્રસરી જવા પામી હતી જ્યારે કરંટ લાગવાની કારણે અકાળે મોતને ભેટેલા શૈલેષભાઈ અને વિનોદભાઈના મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરાયા બાદ પોલીસ દ્વારા બન્ને યુવાનોના મૃતદેહ તેઓના પરિવારજનોને સોંપવામાં આવતા પરિવારજનોએ ભારે હૈયે ઘેરા શોકની લાગણી સાથે વલોપાત કરી પોતાના વહાલસોયા દીકરાઓના મૃતદેહને સ્વીકારી તેઓને અંતિમવિધિની ક્રિયા હાથ ધરી હતી. જ્યારે પાવાગઢ પોલીસે બનાવ અંગે એડી અકસ્માત મોત અંગેની નોંધ કરી આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
