હાલોલના ગોધરા રોડ પર આવેલ સન ઈન્કલીવ કોમ્પ્લેક્સની ઓફિસમાંથી ગેરકાયદેસરથી ઓનલાઈન ગેમ રમાડવાનું કૌભાંડ ઝડપાયું,3 પરપ્રાંતિય ઈસમોની એસઓજી પોલીસે કરી ધરપકડ.
રિપોર્ટર દિપક તિવારી બૌદ્ધિક ભારત પંચમહાલ
પંચમહાલ જિલ્લા એસ.ઓ.જી શાખાની પોલીસની ટીમને ખાનગી બાતમીદાર પાસેથી ચોક્કસ બાતમી મળી હતી કે હાલોલ શહેરના ગોધરા રોડ પર સન સીટી સાકારમાં રહેતા અને મૂળ મહારાણીપુરા તા.જી. ધર્માજી આસામના રહેવાસી પ્રશનજીત બુધ્ધી સરકાર તેમજ હાલોલના ગોધરા રોડ પર આવેલ પ્રેમ એસ્ટેટમાં રહેતા અને મૂળ ગામ મકેર જી.છપરા બિહારના રહેવાસી પ્રવિણસિંહ સુભાષસિંહ અવધ્યાકુર્મી અને શિવનગર, પ્રતાપપુરા,ગોધરા રોડ,હાલોલ ખાતે રહેતા અને મૂળ વતન ઘરમાંખાન જી.સંત કબીર નગર ઉત્તર પ્રદેશના રહેવાસી દુર્ગા પ્રસાદ રંગીલાલ ભારતી એમ આ ત્રણેય ઈસમો ભેગા મળી હાલોલ શહેરના ગોધરા રોડ પર સનસીટી સોસાયટીની સામે આવેલ સન ઇન્કલીવ કોમ્પ્લેક્સમાં ઓફિસ રાખી જુદી જુદી ઈન્સ્ટાગ્રામ આઈડીની મદદથી અલગ અલગ ફેક એપ્લિકેશનનો ઉપયોગ કરી જાહેર જનતાને ઓનલાઈન પૈસા કમાવાની ગેમ રમવા ખોટી રીતે પ્રલોભન આપી ગેમ રમવા પ્રેરિત કરવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી આ એપ્લિકેશન મારફતે કમિશન મેળવી આર્થિક લાભ મેળવે છે જે બાતમીના આધારે તારીખ 31/05/2024 શુક્રવારના રોજ રાત્રિના 1:00 વાગ્યાના સુમારે ગોધરા રોડ પર આવેલ સન ઇન્કલીવ ખાતેની બાતમીવાળી ઓફિસમાં છાપો મારી આ ત્રણેય ઈસમોને એસ.ઓ.જી પોલીસ રંગે હાથે ઝડપી પાડ્યા હતા. જેમાં ઉપરોક્ત ત્રણેય ઇસમો પાસેથી પોલીસને 5 નંગ મોબાઈલ જેની કિંમત 2,25,000/- મળી આવેલ છે મોબાઈલોન વિવધ બેન્ક એકાઉન્ટના વોલેટમાં હજારો રૂપિયાનું બેલેન્સ જોવા મળ્યું હતું જેમાં મોબાઇલમાં અલગ અલગ આઈડીઓ માં અલગ અલગ લાખોની સંખ્યામાં ફોલોવર્સ પણ મળી આવ્યા હતા જેમાં પોલીસને આ મોબાઈલમાં અન ઓથોરાઈઝ BDG અને TIRANGA ગેમની એપ્લિકેશન મળી આવી હતી જે એપ્લિકેશનના તેઓ પ્રમોશનના ભ્રામક વિડીયો બનાવી તે એપ્લિકેશન મારફતે તેઓ પોતાના ફોલોવર તથા સસ્ક્રાઇબર્સને ઓનલાઈન ટેલિગ્રામ એપ્લિકેશન મારફતે વિવિધ એપ્લિકેશન અને ગેમ ડાઉનલોડ કરાવી ડાઉનલોડ કરાવી તેમાં પૈસાનું રોકાણ કરાવી ગેમ ઓફ ચોઈસ તથા કલર પ્રિડીક્શન જેવી પૈસાની હાર જીતવાળી ઓનલાઈન ગેમ રમવા દુષપ્રેરિત કરતા હતા અને આવી અન ઓથોરાઈઝ એપ્લિકેશનનો મારફતે અઢળક રૂપિયાની કમાણી કરતા હતા જેમાં પોતાના આર્થિક લાભ મેળવવા સારું ષડયંત્ર રચી આવી અન ઓથોરાઇઝ ગેમો ઓનલાઈનના માધ્યમથી રમાડવાની ભ્રામક અને લલચામણી જાહેરાતો કરી લોકોની સાથે છેતરપિંડી કરતા હોવાના કૌભાંડનો એસ.ઓ.જી પોલીસે પર્દાફાશ કરી ત્રણેય આરોપી પ્રશનજિત બુધ્ધી સરકાર, પ્રવિણસિંહ સુભાષસિંહ અવધ્યાકુર્મી અને દુર્ગાપ્રસાદ રંગીલાલ ભારતીની અટકાયત કરી તેઓની સામે હાલોલ ટાઉન પોલીસ મથકે ઈ.પી.કો કલમ નંબર 34, 109, 420,અને 120 (બી) એક્ટ હેઠળ ગુનો નોધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.