ધાનેરામાં એક બિલ્ડર દ્વારા તંત્ર જોડેથી બાંધકામની પરવાનગી લીધા વિના શોપિંગનું બાંધકામ શરૂ કરી દેવામાં આવ્યું છે.અને તેનાં લીધે મુખ્ય માર્ગને પરવાનગી વિના જ બંધ કરી દેવામાં આવ્યો છે.જેથી લોકોમાં રોષ ભભુકી ઉઠયો છે.
પોપટલાલ દરજી ધાનેરા
ધાનેરારમાં આવેલા શીતલ શોપિંગના બાંધકામની શરૂઆત કરવામાં આવી છે. પરવાનગી વિના બાંધકામ શરૂ કરવામાં આવ્યુ હોવાથી પ્રજાની મુશ્કેલી પડી રહી છે. અહીંથી પસાર થતા મુખ્ય માર્ગને બિલ્ડરે પરવાનગી વિના જ બંધ કરી દીધો છે. અહીંથી અવર જવર કરતા 5થી વધુ સોસાયટીનાં રહીશોને વાહન સાથે ચાલવું મુશ્કેલ બન્યું છે. આ બાબતે ધાનેરા નગરપાલિકાનાં મુખ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, આ અંગેની રજૂઆત અમારી જોડે આવી છે. જે રસ્તો ખુલ્લો કરી દેવામાં આવશે.બિલ્ડર વસંતભાઈ પુરોહિતે જણાવ્યું હતું કે, શીતલ શોપિંગના પાયાનું કામ ચાલી રહ્યું છે. જેમાં મોટો ખાડો પડી જવાથી રસ્તો બંધ કર્યો છે.કારણ કે,રોડના નીચેથી મોટા પ્રમાણ માટી ધસી ગઈ છે. જેથી કોઈ વાહનચાલક, રાહદારી કે બાળક અંદર પડી ન જાય અને જાનહાની ન થાય તે માટે રસ્તો બંધ કરવામાં આવ્યો છે. મુખ્ય માર્ગને પરવાનગી વિના બંધ કરી દેતાં 5થી વધુ સોસાયટીનાં રહીશોમાં રોષ નગરપાલિકાની નોટિસ બાદ જર્જરીત શોપિંગ ઉતાર્યું હતું. ધાનેરા શહેરની વચ્ચે 30 વર્ષ જૂનું શીતલ શોપિંગ સેન્ટર આવેલું હતું. જો છેલ્લા ઘણા સમયથી જર્જરીત હાલતમાં બંધ અવસ્થામાં પડ્યું હતું. જેને નગરપાલિકાએ વારંવાર નોટિસ આપતા બિલ્ડર દ્વારા થોડા સમય પહેલા આ શોપિંગને ઉતારી લેવામાં આવ્યું હતું. બાંધકામને પગલે મુખ્ય માર્ગને પરવાનગી વિના જ બંધ કરી દેવાયો છે